ડીસામાં સામાન્ય બાબતે 4 શખ્સોએ 4 વ્યક્તિઓ પર તલવાર-ધોકા વડે હુમલો કરતાં ચકચાર

Share

ડીસાના વેલુનગરમાં આવેલ શંકર ભગવાનના મંદિરવાળી ગલીમાં ચાર શખ્સો દ્વારા જાહેરમાં અપશબ્દો બોલતાં હોવાથી શંકર ભગવાનના મંદિર નજીકની ખુલ્લી જગ્યામાં બેઠેલા લોકોએ અપશબ્દો બોલવાની ના પાડતાં ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ચાર વ્યક્તિઓ પર હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોધાયી.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સામાન્ય બાબતે મારામારીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસામાં આવેલ વેલુનગર સોસાયટીમાં શંકર ભગવાનના મંદિર નજીકની ગલીમાં રહેતાં રણછોડભાઇ ભીખાભાઇ પ્રજાપતિ કડીયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ રાત્રિના સમયે રણછોડભાઇ પ્રજાપતિ જમીને સોસાયટીના માણસો સાથે શંકર ભગવાનના મંદિર સામે આવેલ કોમન પ્લોટમાં બેઠા હતા. તે દરમિયાન ડીસાના ક્લાપીનગર-વેલુનગર ખાતે રહેતાં એસ.કે.જોષી, રામુ જોષી, બોની ઠાકોર, ભીખાભાઇ મહારાજ, ધનસિંગ વાઘેલા તેનો ભાઇ મહીપતસિંગ વાઘેલા અને અન્ય છથી સાત શખ્સો દૂર ઉભા વાતો કરતા હતા.

 

[google_ad]

ત્યાં સોસાયટીમાં ક્લાપીનગર ખાતે રહેતાં એસ.કે.જોષી આવીને જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી રણછોડભાઇ પ્રજાપતિએ એસ.કે જોષીને સમજાવવા જતાં રણછોડભાઇ પ્રજાપતિ સાથે ઝપાઝપી કરી હતી. જે બાદ આજુબાજુના લોકો આવી સમજાવીને એસ.કે જોષીને ઘરે મોકલ્યા હતા.

 

[google_ad]
ત્યારબાદ રણછોડભાઇ પ્રજાપતિ ઘરે ગયા હતા અને બીજા માણસો બહાર બેઠેલા હતા. ત્યાં એસ.કે જોષી અને રામુ જોષી આવ્યા અને બહાર બેઠેલા શખ્સોને પૂછતાં રણછોડભાઇ પ્રજાપતિ ક્યાં છે તેનો મોબાઇલ નંબર આપો તેવું કહેવા લાગ્યા હતા. જે બાદ મનસુખભાઇએ રણછોડભાઇ પ્રજાપતિનો મોબાઇલ નંબર આપ્યો નહીં. જેથી એસ.કે. જોષી એકદમ ઉશ્કેરાઇ જઇ તે લોકોને જેમ તેમ અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેથી મનસુખભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ, વિનોદભાઇ બીજોલભાઇ પ્રજાપતિ, ભરતભાઇ બીજોલભાઇ પ્રજાપતિ, માવજીભાઇ બાબુભાઇ પ્રજાપતિ અને મહેન્દ્રભાઇ રામાભાઇ પ્રજાપતિ ત્યાંથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા.

 

[google_ad]

જેથી એસ.કે. જોષી તેના હાથમાં ખુલ્લી તલવાર લઇ રણછોડભાઇ પ્રજાપતિના ઘર બાજુ દોડતો ગયો હતો. એટલે બધા સોસાયટીના શખ્સોએ દોડાદોડી કરી હતી. તે દરમિયાન એસ.કે જોષીએ વિનોદભાઇ પ્રજાપતિને ડાબા કાનની નજીક ઘા કર્યો હતો. જેથી વિનોદભાઇ લોહી લુહાણ થઇ ગયા હતા. એટલામાં રણછોડભાઇ પ્રજાપતિ બહાર આવતાં રામુભાઇ જોષીએ તેના જમણા હાથમાંની છરી વડે રણછોડભાઇને પેટની ડાબી બાજુએ ઘા કર્યો હતો. જેથી રણછોડભાઇ પ્રજાપતિને લોહી નીકળ્યું હતું.

 

[google_ad]

મનસુખભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ અને તેમનો દીકરો વિપુલભાઇ લોકોને સમજાવવા વચ્ચે પડતાં ત્યાં ઉભેલા બોની ઠાકોર તેના હાથમાંથી તલવાર આમતેમ ફેરવી હતી. જેથી મનસુખભાઇને માથાના ભાગે તલવાર વાગી હતી અને મનસુખભાઇ લોહી લુહાણ થયા હતા. એસ.કે. જોષીના પિતા ખીમજીભાઇએ રણછોડભાઇ પ્રજાપતિના પીઠના ભાગે ધોકો માર્યો હતો અને મનસુખભાઇનો દીકરો વિપુલભાઇ રણછોડભાઇને છોડાવવા જતા ખીમજીભાઇએ ધોકા વડે માર માર્યો હતો.

 

[google_ad]

જે બાદ શખ્સો બધાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઇ ગયા હતા. જેથી મનસુખભાઇને તેમનો દીકરો અરવિંદભાઇએ સારવાર અર્થે ભણશાળી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે વિનોદભાઇ બીજોલભાઇ પ્રજાપતિને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં બદલી કરાઇ હતી. ત્યારબાદ મહેસાણા વધુ સારવાર અર્થે રીફર કર્યાં હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share