થરાદ-સાંચોર હાઇવેના પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવતાં ચકચાર

Share

 

થરાદ-સાંચોર હાઇવે પર પેટ્રોલ પંપ પર સોમવારે રાત્રે સ્વીફ્ટ કારમાં અજાણ્યા શખ્સો આવી બંદૂકની અણીએ લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પંપના યુવકોને મારમારી રૂ. 5,70,000 રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. આ અંગે થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ-સાંચોર હાઇવે પર સોમવારે રાત્રે પેટ્રોલ પંપ પર સ્વીફ્ટ કારમાં અજાણ્યા શખ્સો આવીને બંદૂકની અણીએ લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ પેટ્રોલ પંપ કામગીરી કરતાં યુવકોને મારમારી રૂ. 5,70,000 રોકડ રકમની ઝપાઝપી કરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે.

[google_ad]

 

 

 

જ્યારે સમગ્ર ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ છે. લૂંટ ચલાવનાર કોઇ શખ્સો જાણભેદુ હોવાની આશંકા સેવાઇ રહી છે. થરાદ પોલીસ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરશે. જ્યારે થરાદમાં અનેકવાર આવી ઘટનાઓ બનતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે. આ અંગે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 


Share