ACBની સફળ ટ્રેપથી રાજધાની એક્સપ્રેસમાં ટીકીટ વિનાના મુસાફરો પાસેથી લાંચ લેતો ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર અને હેલ્પર ઝડપાયો

Share

 

ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રેપ ગોઠવીને ટીકીટ વિના મુસાફરી કરતાં મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરી લાંચ પેટે તોડ પાણી કરી લેતાં વેસ્ટર્ન રેલ્વે ઝોન-અમદાવાદ ડીવીઝન ભારતીય રેલ્વેના ડેપ્યુટી ચીફ ટીકીટ ઇન્સ્પેક્ટર અને આસીસ્ટન્ટ હેલ્પરને મહેસાણા જંકશન પર ત્રણ મુસાફરો પાસેથી રૂ. 1500 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ કાનૂની કાર્યવાહી હાથ ધરાઇ છે.

[google_ad]

 

 

અમદાવાદથી અન્ય જીલ્લાઓ અને રાજ્યોમાં જતી ટ્રેનોમાં ટી.ટી., ટી.સી., આર.પી.એફ. અને રેલ્વે પોલીસના અધિકારી/કર્મચારીઓ દ્વારા ટીકીટ ન લીધેલ પેસેન્જરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે લાંચ પેટે તોડ પાણી કરીને રૂપિયા ઉઘરાવી લેતાં હોવાની બાતમી ગાંધીનગર એ.સી.બી. પોલીસ મથકના પી.આઇ. એસ.ડી.ચૌધરીને મળી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

રેલ્વેના આવા તોડબાજ કર્મચારીઓને ઝડપી પાડવા માટે મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ રાજધાની એક્સપ્રેસમાં ટ્રેપ ગોઠવવાનું આયોજન એ.સી.બી. દ્વારા કરાયું હતું. જેના ભાગરૂપે ગાંધીનગર એ.સી.બી.ની ટીમ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોના સ્વાંગમાં બેસી ગઇ હતી. આ ટ્રેપમાં સહકાર આપનાર ડીકોયર સાથે અન્ય બે વ્યક્તિઓ પણ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બેસી મહેસાણા-પાલનપુર જવા ટીકીટ લીધી ન હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

બાદમાં વેસ્ટર્ન રેલ્વે ઝોન-અમદાવાદ ડીવીઝન ભારતીય રેલ્વેના ડેપ્યુટી ચીફ ટીકીટ ઇન્સ્પેક્ટર કમલેશ રાધેશ્યામ શર્મા અને આસીસ્ટન્ટ હેલ્પર (ઇલેક્ટ્રીશિયન) રૂપેશગીરી મનોહરગીરી ગોસ્વામીએ ડીકોયર પાસે ટીકીટ માંગી હતી. પરંતુ અગાઉથી નક્કી થયા મુજબ તેમની પાસે ટીકીટ ન હતી. આથી ટીકીટ ઇન્સ્પેક્ટર કમલેશ અને હેલ્પર રૂપેશગીરીએ કાયદેસરની કાર્યવાહી નહીં કરી એક મુસાફર દીઠ રૂ. 500 લેખે ત્રણેય પાસેથી રૂ. 1500 ની લાંચ માંગી હતી.

[google_ad]

જે રૂપિયા હેલ્પર રૂપેશગીરી ગોસ્વામીએ ઉઘરાવીને ટીકીટ ઇન્સ્પેક્ટર કમલેશ રાધેશ્યામ શર્માને આપતાં જ મુસાફરના સ્વાંગમાં ટ્રેનમાં બેઠેલ એ.સી.બી.ની ટીમે બંનેને લાંચની રકમ સાથે આબાદ રીતે ઝડપી પાડયા હતા અને બંને તોડ બાજ વેસ્ટર્ન રેલ્વેના કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા જંકશન પર એ.સી.બી.ની ટ્રેપ થઇ હોવાની વાત રેલ્વે તંત્રમાં વહેતી થતાં જ અન્ય કર્મચારીઓ પણ ફફડી ઉઠયા હતા.

[google_ad]

 

 

From-Banaskantha update 


Share