પાલનપુર આર.ટી.ઓ. નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ફૂરચેફૂરચા ઉડયા : ચાલકનું મોત

Share

બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરની આર.ટી.ઓ. કચેરી પાસે એક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અકસ્માતને પગલે પાલનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે રવિવારે રાત્રી દરમિયાન એક કાર ચાલક ટેન્કરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

advt

 

 

અકસ્માત સર્જાતા જ કારના ભૂક્કા બોલી ગયા હતા. જેને પગલે કારમાં સવાર ચાલકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share