પાટણમાં ઉત્તરવહી કૌભાંડ મામલે એચ.એન.જી.યુ. યુનિવર્સિટીમાં કારોબારી સમિતિની બેઠક મળે તે પૂર્વે એન.એસ.યુ.આઇ.એ હંગામો મચાવ્યો

Share

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારના રોજ કારોબારી સમિતિની બેઠક મળે તે પૂર્વે વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ. દ્વારા એમ.બી.બી.એસ.ના ગુણ કૌભાંડ મામલે હંગામો મચાવવામાં આવ્યો હતો. આ અફડા-તફડીને પગલે યુનિવર્સિટીના સત્તાધીશોને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી.

[google_ad]

 

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લાં કેટલાંક સમયથી અનેક વિવાદોને લઈને ભારે ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં સરકારના તપાસ અધિકારી દ્વારા યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ. ઉત્તરવહી કૌભાંડ મામલે કુલપતિને એક સપ્તાહમાં કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ મામલો ગંભીર હોવાથી સરકાર સમક્ષ તપાસ અર્થે વધુ સમયની માંગ કરાતાં સરકાર દ્વારા એક માસની મુદત આપવામાં આવી હતી.

[google_ad]

 

આ સમગ્ર મામલો પેચીદો બન્યો હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ મામલાને રફેદફે કરવાના પ્રયાસો હાથ ધરાયા હોવાના આક્ષેપો વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ. દ્વારા કરાયા હતા. જેને પગલે એન.એસ.યુ.આઇ.એ સોમવારે યુનિવર્સિટીની કારોબારી બેઠક મળે તે પૂર્વે યુનિવર્સિટીના વહીવટી ભવનના રૂમ નં. 15ની બહાર હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠન દ્વારા સૂત્રોચ્ચાર પણ કરાતાં ભવનમાં સનસનાટી મચી જતાં યુનિવર્સિટીના સત્તાધીશોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

[google_ad]

 

 

મામલાની ગંભીરતા સમજી યુનિવર્સિટીમાં આવેલા પોલીસ કર્મચારીઓએ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસની સમજાવટને કારણે યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને શરૂ થવા પામી હતી. કારોબારી સમિતિની બેઠકની શરૂઆત દરમિયાન એન.એસ.યુ.આઈ.ના કાર્યકર્તાઓને યુનિવર્સિટીના કુલપતિએ આ મામલે સાંજે વિસ્તૃત માહિતી આપવાની હૈયાધારણ આપી હતી. જેને પગલે વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાંથી પરત ફરતાં યુનિવર્સિટીની કારોબારી બેઠક શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થવા પામી હતી.

From – Banaskantha Update

 


Share