સમીના બાસ્પા નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક 100 ફૂટ દૂર ફંગોળાતાં મહીલા સહીત ત્રણ વ્યક્તિઓના મોત

Share

 

છેલ્લા કેટલાંક સમયથી પાટણ જીલ્લાના હાઇવે માર્ગો પર બેફામ પણે વાહનો હંકારતાં ચાલકો દ્વારા નાના-મોટા માર્ગ અકસ્માતોના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ અકસ્માતના બનાવોમાં અનેક નિર્દોષ માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઇ રહી છે.

[google_ad]

 

 

ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી તાલુકાના બાસ્પા ગામ નજીક રવિવારની મોડી રાત્રે બન્યો છે. જેમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારોને અડફેટમાં લેતાં બાઇક સવાર મહીલા સહીત ત્રણ લોકોના ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે કમકમાટીભર્યાં કરૂણ મોત નિપજ્યા હતા.

[google_ad]

 

 

આ અકસ્માતની વિગત એવી છે કે, સમી તાલુકાના ક્નીઝ ગામે રહેતો યુવક અને મહીલા સ્પેલન્ડર બાઇક ઉપર વારાહી તાલુકાના ગોખાતર ગામના એક વ્યક્તિને બેસાડી સમી બાસ્પા માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા પીકઅપ ડાલાના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇક સવાર લોકોને અડફેટમાં લેતાં ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

આ અકસ્માત સર્જીને અજાણ્યા પીકઅપ ડાલાનો ચાલક પોતાનું પીકઅપ ડાલુ લઇને નાસી છૂટ્યો હતો. આ બાબતની સમી પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે ખસેડાઇ હતી. જ્યારે પીકઅપ ડાલા ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

રવિવારની મોડી રાત્રે બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા બે પુરૂષ અને એક સ્ત્રીના પરિવારજનોને ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 

 

 

 


Share