ડીસાના કિશોરનો વિડીઓ થયો વાઈરલ : LRDની મહેનત કરતા યુવાનોને મોટીવેટ કરતો વિડીઓ

Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડીયા ગામનો નિર્મલ દેસાઈ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. ગુજરાતમાં ચાલી રહેલી ભરતીઓ મામલે તેમણે બનાવેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની લોકશાહીનામાં નોંધપાત્ર વધારો થયો છે.

[google_ad]

નાના કદના દેખાતા 13 વર્ષીય નિર્મલ દેસાઈ ડીસા તાલુકાના જાબડીયા ગામનો વતની છે. 13 વર્ષની ઉંમર છતાં તેની ઊંચાઇ વધતી નથી. જેના પગલે તેના પરિવારના લોકો ચિંતિત હતા. પરંતુ તલાટી તરીકે નોકરી કરતા તેના મામાએ તેની અંદર પડેલી આંતરિક શક્તિઓને ઓળખી તેના વિડીયો બનાવ્યા.

 

[google_ad]
છેલ્લા એક વર્ષથી રાજ્ય અને દેશમાં ચાલતા અલગ-અલગ મુદ્દાઓને લઈને જોષ અને ઝનુનથી ભરેલા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જે બાદ LRD ભરતીના વિડિયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થતાં નિર્મલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે.

[google_ad]

નિર્મલ દેસાઈ અને તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં લોકપ્રિય બની રહ્યા છે. LRD ભરતી ગુજરાતનું સૌથી મોટો વિષય છે. તેના લગતા જોશ અને જનૂનથી ભરેલા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે. પરિવારના લોકો નિર્મલ આ જ રીતે આગળ વધે અને ભગવાને ભલે તેને ઊંચાઈના આપ્યું હોય પરંતુ તે જીવનની ઊંચાઈઓ સર કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share