બટુક મોરારી વિરુધ મુખ્યમંત્રીને ધમકી આપવા બાબતે ડીસા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ

Share

બનાસકાંઠામાં મુખ્યમંત્રી પાસે એક કરોડની ખંડણી માંગી અકસ્માતમાં જીવથી મારી નાખવાની ધમકી આપનાર બટુક મોરારીને રાજસ્થાનથી દબોચી લેવાયો છે અને મુખ્યમંત્રી પાસે ખંડણી માંગી જીવથી મારી નાખવાનો વિડીયો ડીસામાં બન્યો હોવાથી ડીસા દક્ષિણ પોલીસે બટુક મોરારી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

વાવના મહેશ શંકરલાલ ત્રિવેદી ઉર્ફે રામકથાકાર બટુક મોરારીએ બે દિવસ અગાઉ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી અકસ્માતમાં જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. બટુક મોરારીએ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી અને જો પૈસા નહીં પહોંચાડે તો અકસ્માત કરાવી જાનથી મરાવી નાખવાની ધમકી આપતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો.

[google_ad]

આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વાવ પોલીસ સહિત બનાસકાંઠા જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આ મહેશભાઈ ઉર્ફે બટુક મોરારી રાજસ્થાનના રેવદર પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો.

[google_ad]

પ્રાથમિક પૂછપરછ કરતા આ બટુક મોરારી ડીસામાં ફુવારા સર્કલ પાસે આવેલી શિવ હોટલમાં 25 નવેમ્બરના રોજ રોકાયો હતો અને તે દિવસે સાંજે પાંચ વાગ્યે આ હોટલના રૂમમાં જ તેને આ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી ડીસા દક્ષિણ દક્ષિણ પોલીસએ આ બટુક મોરારી સામે સાર્વજનિક શાંતિ ભંગ તેમજ જાણી જોઈને દુર્ભાગ્યપૂર્ણ વ્યવહાર કરવા બદલ કલમ 124-A, 153, 387, 508 અને 501 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share