ડીસાના માલગઢ ગામે જૂની અદાવત રાખી એક ઈસમને માર મારતા ફરિયાદ

Share

ડીસા તાલુકાના માલગઢ જોધપુરી ઢાણી મુકામે એક ઈસમને જૂની અદાવતને લઇ મારમારી તેની ગાડીને નુકશાન કરતા ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પામી છે.

 

[google_ad]

આ અંગેની વિગત જોઈએ તો, ડીસા તાલુકાના જોરાપુરા મુકામે રહેતા હંસરાજભાઈ દાનાભાઈ માળી તેમના સંબંધીને મળવા માટે માલગઢ જોધપુરી ઢાણી મળવા માટે આવેલ હતા. જે દરમ્યાન જૂની અદાવતને લઇ માલગઢ જોધપુરી ઢાણી ગામના ભરતજી નેહાલભાઈ માળી મોટર સાયકલ લઇ આવેલ અને હંસરાજભાઈની ગાડીને ટક્કર મારી ગાડીને નુકસાન કરેલ.

 

[google_ad]

જેથી હંસરાજભાઈએ કહેવા જતા માં-બેન સામી ગાળો બોલવા લાગેલ ત્યારે ગાળો બોલવાની ના પાડતા ભરતજી એકદમ ઉશ્કેરાઈ જઇ હંસરાજભાઈને ગાડદા પાટુનો માર માંરવા લાગેલ. જેથી હંસરાજભાઈએ બુમાબુમ કરતા તેમના સબંધી વચ્ચે પડી છોડાવેલ. જેથી હંસરાજભાઈએ ભરતજી માળી ઉપર ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update

 


Share