પાલનપુર R.T.O. સર્કલ નજીકથી કતલખાને જતી ટ્રકમાં 48 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ : ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર

Share

 

પાલનપુર-આબુ હાઇવે પર શુક્રવારે રાત્રે કતલખાને જતાં ટ્રકમાં નાના-મોટા 48 પાડાઓને જીવદયાપ્રેમીઓએ બચાવ્યા હતા. જ્યારે આઇશર ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે પાલનપુર શહેર પશ્વિમ પોલીસ મથકે જીવદયાપ્રેમીઓએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, હીમાલયકુમાર માલોસણીયા, પિયુષભાઇ પટેલ, ચેતનભાઇ પુરોહીત અને જયંતિભાઇ પટેલ શુક્રવારે રાત્રે આબુ હાઇવે ઉપર કોરોના હોટલ નજીક બેઠેલ હતા. તે દરમિયાન બાતમીના આધારે રાજસ્થાનથી આબુ હાઇવે રોડ પર પાલનપુર તરફ એક ટ્રક નં. GJ-02-XX-5712 માં ગેરકાયદેસર રીતે ટ્રકમાં પાડા ભરી કતલખાને જવાના છે.

[google_ad]

 

 

ત્યારે જીવદયાપ્રેમીઓએ ટ્રકની વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક પસાર થઇ રહી હતી. જેમાં પશુઓ ભરેલા હોવાથી પાલનપુર કંટ્રોલ અને પોલીસને જાણ કરી હતી. જેથી જીવદયાપ્રેમીઓએ ટ્રકનો પીછો કરી R.T.O. સર્કલ નજીક ટ્રાફીકજામ હોવાથી ટ્રક ઉભી હતી. ત્યારે ટ્રકની અંદર તપાસ કરતાં ક્રૂરતાપૂર્વક નાના-મોટા 48 પાડાઓ ભરેલા જણાયા હતા.

[google_ad]

 

 

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યારે ઘાસચારાની કોઇ સગવડ કરેલ ન હતી. જ્યારે 48 પાડાની કિંમત રૂ. 57,600 ગણાય છે. 48 નાના-મોટા પાડા ભરેલી ટ્રકને પોલીસ મથકે લવાઇ હતી. જો કે, પોલીસે મેરવાડા સંસ્થાનો સંપર્ક કર્યો હતો. ત્યારે સંચાલકોએ પશુઓને રાખવા માટે ઇન્કાર કર્યો હતો.

[google_ad]

 

 

પોલીસે એક સંસ્થાએ પશુઓ રાખવાનો ઇન્કાર કર્યો. ત્યારે પશુઓના હીત માટે અન્ય સંસ્થાઓનો સંપર્ક કરવો જોઇએ હતો. પરંતુ પોલીસે પશુઓને ખુલ્લા વાડામાં અસ્થાયી વ્યવસ્થા કરી પશુઓને રાખ્યા. પરંતુ પશુઓનું હીત અને રક્ષા કોઇ સ્થાયી ગૌશાળા કે પાંજરાપોળમાં જ હોઇ શકે. પશુઓને રહેઠાણ, પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કોઇ ગૌશાળા કે પાંજરાપોળ જ પુરી પાડી શકે છે.

[google_ad]

 

 

આ અંગે પાલનપુર શહેર પશ્વિમ પોલીસ મથકમાં જીવદયાપ્રેમીઓ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જ્યારે પશુઓને પોલીસ દ્વારા ખુલ્લા વાડામાં રખાયા છે. ત્યારે આ પશુઓના વ્યવસ્થાનું ભવિષ્ય શું હશે..? તે જોવાનું રહ્યું…

[google_ad]

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Share