શિહોરી હાઇવે નજીક ST બસના ચાલકે યુવકને અડફેટે લીધો

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના શિહોરી-ચેખલા હાઇવે રોડ ઉપર શનિવારે રાહદારીને એસ.ટી. બસના ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ડ્રાઇવર બસ લઇ ડીસા તરફથી આવતો હતો.

 

[google_ad]

ત્યારે ચેખલા ગામના પલાજી ચત્રાજી ઠાકોર રોડની બાજુમાં પસાર થઇ રહ્યો હતો. અચાનક જ બસના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં બસની અડફેટે આવતાં ગંભીર રીતે ઇજાઓ પહોંચતાં તાત્કાલીક શિહોરી 108 વાન દ્વારા સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

[google_ad]

પરંતુ વધુ ગંભીર હોઇ પાટણ રીફર કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને સરકારી ST બસને શિહોરી પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગે શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છેે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!