પાલનપુરમાં ટ્રાફીક મુક્ત અભિયાનમાં એરોમા સર્કલ પર ઇસ્પેકશન કાર્યવાહી હાથ ધરાશે

Share

ભારે વાહનોથી ધમધમતાં એરોમા સર્કલના ટ્રાફીક સંદર્ભે જીલ્લાની ઉચ્ચસ્તરીય કમિટી મંગળવારે એરોમા સર્કલ પર ઇસ્પેકશન કાર્યવાહી હાથ ધરશે, શુક્રવારે સાંસદ પરબત પટેલ સહીત તમામ ઉચ્ચ અધિકારીઓ અને જુદા જુદા સંગઠનના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં એરોમા સર્કલ ટ્રાફીક મુક્ત બનાવવા જુદા જુદા સૂચનોની ભરમાર વરસી હતી.

[google_ad]

 

 

જેમાં એરોમા સર્કલની તમામ ડાબી બાજુ જવાની લેન ખુલ્લી રાખવા પોલીસ તંત્રને તાકીદ કરી તેનો કડકાઈ પૂર્વક અમલ કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત સીટીમાં પ્રવેશવાના તમામ માર્ગો દુરસ્ત કરવા માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકા બાંધકામ વિભાગના સ્ટાફને સૂચના અપાઈ હતી.

[google_ad]

advt

 

 

આ અંગે કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બનાસકાંઠા જીલ્લા સાંસદ પરબતભાઈ પટેલ, કલેક્ટર આનંદ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત પાલિકા પ્રમુખ, ડી.વાય.એસ.પી., એસ.ડી.એમ, કાર્યપાલક ઇજનેર, એન.એચ.એ.આઇ. ડાયરેક્ટર સહીત સ્ટાફ હાજર રહ્યો હતો.

[google_ad]

 

 

બેઠકમાં ડીસા હાઈવેથી આબુ હાઇવે તરફ જનાર નાના વાહનચાલકોને બનાસ બેંક આગળના કટમાંથી સર્કીટ હાઉસ પાછળના માર્ગથી ડાયવર્ટ કરવા, આબુ હાઇવે તરફ જતાં ભારે વાહનો માટે ડાબી લેનમાં ખુલ્લી રાખીને સતત વાહન વ્યવહાર ચાલુ રાખવા, તેમજ અમદાવાદ હાઇવેથી ડીસા તરફ જતાં વાહનોને લાજવંતી હોટલ આગળના સર્વિસ રોડ તરફના માર્ગ ખુલ્લો કરાવી ડાબી લેન સતત ખુલ્લી રાખવા પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.

[google_ad]

 

 

એરોમા સર્કલ નેશનલ હાઈવે ઉપર હોવાથી પાછલા કેટલાંય વર્ષોથી અવાર-નવાર માંગ રહેતી હોવા છતાં ટ્રાફીક સિગ્નલ લગાવ્યા નથી સર્કલની ગોળાઈ વધુ હોવાથી ટ્રાફીક કર્મચારીઓને પણ વાહનવ્યવહાર સરળતાથી વહન કરવામાં ક્યારેક મુશ્કેલીઓ સર્જાય છે. તેવામાં ટ્રાફીક સિગ્નલ ખાસ કિસ્સામાં મંજૂર કરાવીને લગાવવા માટે દરખાસ્ત કરવાની ચર્ચા કરી હતી.

[google_ad]

 

 

 

આ અંગે બનાસકાંઠા સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, ‘મને જુદી જુદી સંસ્થાઓ દ્વારા આવેદન મળ્યું હતું. જે બાબતે આજે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મળી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તેમજ હંગામી અને કાયમી ઉકેલ અંગે ચર્ચા કરી છે. મંગળવારે ટ્રાફીક રસ્તાઓની દ્રાઈવ રાખી તેનો રિપોર્ટ મંગાવ્યો છે. રિવ્યૂ બેઠકમાં આ અંગે નિર્ણય લઇશુ.’

[google_ad]

 

 

 

આ અંગે આંદોલનકારી જશવંત સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ટ્રાફીકના મુદ્દે ત્વરિત અવાજ ઉઠાવીને એસો. સાથે મળી આવેદન પાઠવી અલ્ટીમેટમ પાઠવ્યું હતું. નિયત સમય મર્યાદામાં ટ્રાફીક ઘટાડવા માટેની કાર્યવાહી, સિગ્નલ, જીલ્લા કલેકટરના જાહેરનામાનો ચુસ્ત અમલ, લારી-ગલ્લા દબાણ, સર્વિસ રોડ ખુલ્લા કરવા સહીતની માંગ નહીં સંતોષાય તો જુદા જુદા એસો.ના પ્રતિનિધિઓ સાથે મળી સર્કલની વચ્ચોવચ ધરણાં કરીશું.

[google_ad]

 

 

બાયપાસ બનાવવામાં જમીન સંપાદન કરવાની પ્રક્રિયા જટિલ બની જશે, સંપાદનના કેસમાં તો વળતરના પ્રશ્ને કોર્ટ કેસ વધવાના. એમાં જ સમય પસાર થશે. જ્યારે બ્રિજ જલદી પૂરો થાય, હાલમાં પાલનપુરમાં બ્રીજની વધુ જરૂર છે. અને બ્રિજ ના બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ પડે.

[google_ad]

 

 

આબુ હાઈવે પર સ્વસ્તિક સ્કુલથી જી.ઈ.બી.ની ઓફીસ આગળ બહાર ગાર્ડન છે તેને સાંકડો કરી રોડ પહોળો કરવામાં આવે. જેથી આબુ હાઇવેથી આવતાં સોસાયટીના રહીશો કોલેજ તરફ થઈ સિટીમાં પ્રવેશી કરી શકે.

[google_ad]

 

 

 

દરેક સર્વિસ રોડ ઉપર ટી.આર.બી. જવાનો મૂકવામાં આવે તો તો સિટીમાં જતાં વાહનોને કોઈ અડચણરૂપ વાહનો ઉભા ન રહે અને સર્વિસ રોડ પહોળો થવાથી ટી.આર.બી. ટ્રાફીક પોલીસ પોઈન્ટ રાખવામાં આવે તો રોંગ સાઈડમાંથી આવતાં વાહનો અને સર્વિસ રોડ ઉપર બ્લોક કરનારા વાહનોની સમસ્યા રહે નહીં.

[google_ad]

 

 

પાલનપુર હાઇવે પર સ્થિત સોસાયટીના રહીશોને લાજવંતી હોટેલના પાસેનો સર્વિસ રોડ છે. જેમાં પાક્કા પાયે દબાણ છે. જે દબાણ હટાવવામાં આવે તો રોડ પહોળો કરી ડીસા તરફના વાહન સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવે અને ડીસાથી આવતાં બી.ડી.સી.સી. બેંકની બાજુમાંથી રસ્તો જાય છે જેને પહોળો કરી મોટા ભારે વાહનો નીકળી શકે તેઓ બનાવવામાં આવે તો થોડી રાહત થાય એમ છે.

[google_ad]

 

 

સર્કીટ હાઉસથી એરોમાં સર્કલ રાજકારણીઓ અને અધિકારીઓની ગાડીઓ બેરોકટોક આવે છે. અહીં સી.સી.ટી.વી. કેમેરા લગાવી પેનલ્ટી લગાડવી જોઈએ.

From – Banaskantha Update


Share