વડગામના 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા પૂર્વ ધારાસભ્યે રાજીનામું આપતાં ખળભળાટ

Share

કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. શનિવારે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિભાઈ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જીલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપેલી છે. તેમજ 2012 માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા.

[google_ad]

 

કોંગ્રેસમાંથી અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા છતાં પણ મણિભાઈ વાઘેલા કોંગ્રેસ પાર્ટી સાથે વફાદાર રહ્યા હતાં. જેથી કોંગ્રેસ પાર્ટીએ તેમને દિલ્હી બોલાવી સન્માન કર્યું હતું. 2017માં પણ વડગામ બેઠક પરથી મેન્ડેડ આપવાનું વચન આપ્યું હતું.

[google_ad]

 

જો કે, કોંગ્રેસ પાર્ટીએ તેનું વચન ન પાળતાં તેમણે વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. હાલ તેમણે કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રાજીનામું ધરી દેતાં કોંગ્રેસમાં ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

From – Banaskantha Update


Share