હારીજમાં ગટર મુદ્દે નગરપાલિકાના મહીલા પ્રમુખના પતિએ મહીલા કોર્પોરેટરના પતિને ધમકી આપ્યાની ઓડીયો ક્લીપ વાયરલ થતાં ચકચાર

Share

 

હારીજમાં ભાજપ શહેરના વોટ્‌સએપ ગૃપમાં નગરપાલિકાના મહીલા પ્રમુખના પતિ દ્વારા કોર્પોરેટરના પતિને ધમકાવી કોન્ટ્રાક્ટરને અપશબ્દો બોલતાં હોવાનો અશોભનીય શબ્દોના પ્રયોગ કરતો ઓડીયો ક્લીપ વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રમુખના પતિએ પૂછ્યા વગર રોડ તોડી નુકશાન કરતાં કોર્પોરેટરના પતિ પર નહી પરંતુ કોન્ટ્રાક્ટર પર ગુસ્સે થયા હોવાનું જણાવ્યું હતું.

[google_ad]

 

 

હારીજના વોર્ડ નં. 3 માં ભૂર્ગભ ગટરની 60 મીટરની જરૂરીયાત હોવાના કારણે વોર્ડ નં. 3 ના કોર્પોરેટર દ્વારા કામ મંજૂર કરાવતાં ભૂર્ગભ ગટરનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવતાં હારીજ નગરપાલિકા પ્રમુખ રંજનબેન મકવાણાના પતિ નટુભાઇ મકવાણા દ્વારા કામ બંધ કરાવ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

 

 

જે બાબતે વોર્ડ નં. 3 ના કોર્પોરેટરના પતિ દ્વારા ફોન કરી પૂછવામાં આવતાં મહીલા પ્રમુખના પતિ નટુભાઇ મકવાણા દ્વારા કોર્પોરેટરના પતિ અલ્પેશભાઇ પટેલ પૂછ્યા વગર કામ કરવા માટે ધમકાવી કોન્ટ્રાક્ટરને કામ કરવા અંગે અપશબ્દો બોલતાં હોવાનો ઓડીયો રેકોડીંગ હારીજ ભાજપ શહેરના ગૃપમાં વાયરલ થતાંની સાથે નગરપાલિકા અને શહેરમાં ચર્ચાસ્પદ બન્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

આ અંગે નગરપાલિકાના મહીલા પ્રમુખના પતિ નટુભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘નગરપાલિકાનો નવિન રોડ ચીફ ઓફીસર કે નગરપાલિકા પ્રમુખને પૂછ્યા વગર તોડી નાખવામાં આવ્યો હોઇ નુકશાન કરવામાં આવતાં આ કોન્ટ્રાક્ટરને બોલ્યો છું. મહીલા કોર્પોરેટરના પતિને બોલ્યો નથી.’

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

ઓડીયો ક્લીપની વાતચીતના અંશ કોર્પોરેટરના પતિએ ફોન કર્યો. મહીલા પ્રમુખ પતિ : બોલો કોર્પોરેટરના પતિ : ગટરમાં શુ કો છો. મહીલા પ્રમુખ પતિ : ગટરમાં અમારે જોયા વગર ચાલુ નહી કરવાનું કોર્પોરેટરના પતિ : ચમ મહીલા પ્રમુખ પતિ : અમને પૂછતો નહી અને ચાલુ કરી નાખે એટલે શું કહેવાય

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

કોર્પોરેટર પતિ : પૂછતો નહી એટલે માપેલી હતી એટલી ને એટલી નાખવાની હતી. મહીલા પ્રમુખ પતિ : તું બોલ બોલ ન કર તને સમજણ પડતી નહીં તું કોને સાંભળ, અમને પૂછવું પડે કે નહીં કોર્પોરેટર પતિ : એ તો મહીના પહેલાં રોડ તોડયો હતો. મહીલા પ્રમુખ પતિ : અલ્યા બળદીયા અમને પૂછવું પડે કે નહીં કારકુન અને સી.ઓ.ને પૂછવું પડે એમને એમ તોડી નાખવાના રોડ

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

કોર્પોરેટરના પતિ : શું કરવાનું કો મહીલા પ્રમુખ પતિ : કશું નહી શાંતિ રાખ ઓફીસે આવ, સી.ઓ.ને પૂછી ટેન્ડરમાં છે કે નહીં જોવું પડશે. કોર્પોરેટરના પતિ : ટેન્ડરમાં આવી ગયેલ છે. તમે હરદેવને પૂછી લો ને મહીલા પ્રમુખ પતિ : મારે નહી પૂછવું એ મને ના પૂછે. કોન્ટ્રાક્ટરને ખબર ન પડે. હમણાં શાંતિ રાખ હું કરાવું કોર્પોરેટર પતિ : કશું કરાવવું નહી હું કરૂં હમણાં દવા. ફોન કટ કર્યો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 

 

 


Share