ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપનાર વિડીયો બનાવી રૂ. 1 કરોડની માંગણી કરનાર બનાસકાંઠા એલ.સી.બી. એ વાવના કથાકારને રાજસ્થાનથી ઝડપ્યો

Share

 

બનાસકાંઠા જીલ્લાના વાવના એક કથાકારને વિડીયો બનાવી ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપવી ભારે પડી ગઇ છે. વાવના કથાકાર બટુક મોરારી બાપુનો ધમકી આપતો વિડીયો વાઇરલ થયા બાદ બનાસકાંઠા એલ.સી.બી. એ બટુક મોરારી બાપુની રાજસ્થાનમાંથી અટકાયત કરાઇ છે.

[google_ad]

 

 

મહત્વનું છે કે, બટુક મોરારી મહારાજે ગુરૂવારે 1 મિનિટ 49 સેકન્ડનો એક વિડીયો બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રૂ. 1 કરોડ માંગ્યા હતા. જો રૂપિયા ન આપે તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી ઉચ્ચારી હતી.

[google_ad]

 

 

 

મુખ્યમંત્રીને ધમકી આપતો વિડીયો વાઇરલ થયા બાદ બનાસકાંઠા જીલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને બટુક મોરારી બાપુની શોધખોળ શરૂ કરી હતી. કથાકાર ગુજરાત છોડી રાજસ્થાન પહોંચી ગયો હોવાની જાણ થતાં બનાસકાંઠા એલ.સી.બી.એ બટુક મોરારીને રાજસ્થાનના રેવદરના તાંતન ગામ નજીકથી ઝડપી પાડયો હતો. બટુક મોરારીને ગુજરાત લવાયા બાદ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

[google_ad]

 

 

જે વિડીયો વાઇરલ થયો છે. જેમાં કથાકાર બનાસકાંઠાના વાવ તાલુકાના બટુક મોરારી બાપુ મહેશ ભગત તરીકે ઓળખ આપી રહ્યો છે. અંદાજે બે મિનિટના વાઇરલ થઇ રહેલા વિડીયોમાં કથાકાર મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે કે, 11 દિવસમાં રૂ. 1 કરોડ મોકલી આપો નહીં તો ત્રણ માસમાં જ ઉપાડીને ફેંકી દઇશ.

[google_ad]

 

 

 

 

 

 

 

જે વિડીયો વાઇરલ થયો છે તે 1 મિનિટ 49 સેકન્ડનો છે. જેમાં કહી રહ્યો છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારી બાપુ બોલી રહ્યો છું.

[google_ad]

 

 

 

 

 

 

 

વાવ બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારી બાપુ. 11 દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો નહીં તો ગુજરાતમાં કોઇ દિવસ પટેલને રાજ નહીં કરવા દઉં અને તું પણ અકસ્માતમાં માર્યો જઇશ.

[google_ad]

 

 

 

 

 

 

એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડની દક્ષિણા આપી જાઓ. એક કરોડ, એકપણ રૂપિયો કમ નહીં અને એ પણ આજે તારીખ 25 થઇ છે.

[google_ad]

 

 

 

 

 

5 મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી એક કરોડ રૂપિયા મને પકડાવી જજો. તો ટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીં તો દોસ્ત ત્રણ મહીનાની અંદર તને ઉપાડીને ફેંકી દઇશ. હું બટુક મોરારી બાપુ બોલું છું મહેશ ભગત વાવ.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 


Share