ડીસાના રાણપુરમાં શ્વાન વચ્ચે આવતાં બાઇક ચાલક ઘવાયો

Share

 

ડીસા તાલુકાના રાણપુર ગામમાં શુક્રવારે સેન્ટીંગનું કામ પતાવી ઘરે પરત ફરી રહેલા બાઇક સવારને શ્વાન વચ્ચે આવતાં અકસ્માત સર્જાયો હતો. જ્યાં બાઇક સવારને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના રાણપુર ગામમાં બાઇક વચ્ચે શ્વાન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

[google_ad]

 

 

 

 

 

 

 

ત્યારે વધતાં જતાં માર્ગ અકસ્માતોના બનાવને લઇ અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર વાહનો વચ્ચે પશુ આવી જતાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

ત્યારે શુક્રવારે ડીસા તાલુકાના રાણપુર ગામમાં પ્રકાશભાઇ ખેમાભાઇ સોલંકી સેન્ટીંગનું કામ પતાવીને પરત પોતાના ઘરે બાઇવાડા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન રાણપુર ગામ નજીક રોડ પર અચાનક શ્વાન આવી જતાં બાઇક સ્લીપ ખાઇ જવા પામ્યું હતું. જેથી તેઓ રોડ પર પટકાતાં તેઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

આ અકસ્માત સર્જાતા રસ્તા પર આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share