ડીસામાં નગરપાલિકા દ્વારા મૂકાયેલ નવા બમ્પના કારણે ત્રણથી વધુ બાઇક સ્લીપ ખાતાં 4 લોકો ઘવાયા

Share

 

ડીસા નગરપાલિકા હંમેશા કોઇના કોઇ વિવાદમાં જોવા મળી રહી છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા શહેરમાં અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય તે હેતુથી શહેરના માર્ગો પર બમ્પ મૂકવામાં આવી રહ્યા છે.

[google_ad]

 

 

પરંતુ બમ્પની સાઇઝ ઉંચી કરવામાં આવી હોય અને બમ્પ પર વાઇટ પટ્ટા મૂકવામાં આવ્યા ન હોઇ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ગુરૂવારે મોડી સાંજે નગરપાલિકા દ્વારા ભણશાલી હોસ્પિટલની સામે નવા મૂકવામાં આવેલ બમ્પના કારણે ત્રણથી વધુ બાઇક ચાલકો પટકાયા હતા.

[google_ad]

 

 

 

જેમાં ચારથી વધુ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાંથી એક બાઇક ચાલકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

[google_ad]

 

 

ત્યારે નગરપાલિકા દ્વારા ભણશાલી હોસ્પિટલની સામે નવિન મૂકવામાં આવેલ બમ્પથી અજાણ હોય અને બમ્પ પર વાઇટ પટ્ટા ન હોવાથી અકસ્માતો સર્જાયા હોવાનું ઇજાગ્રસ્તોના સગા-સબંધીઓ દ્વારા જણાવ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

નગરપાલિકા દ્વારા સર્જાયેલા અકસ્માતના પગલે તાત્કાલીક અસરથી ભણશાલી હોસ્પિટલ સામે જે.સી.બી. મશીન વડે બમ્પની સાઇઝ નીચી કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha upadate

 

 

 

 

 

 

 

 

 


Share