થરાદમાં હીન્દુ યુવા સંગઠને કેન્સરથી પીડાતાં 4 દિકરીઓના પિતાની કેન્સરની સારવાર શરૂ કરાવી

Share

 

થરાદ તાલુકાના વજેગઢમાં રહેતાં અને 4 દીકરીઓના પિતા ફૂલાભાઇ વિરાભાઇ ઓડને અચાનક કેન્સરની બીમારી આવતાં જાણે આભ તૂટી પડયું હતું. આ અંગે સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે, ‘એમના પરિવારમાં કોઇની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સાથ આપી શકતાં નથી.

[google_ad]

 

 

પરિવાર પાસે રૂપિયા ન હોવાના કારણે હાલ પણ ઇંટો પાડવાના ઇંટવાડા પર મજૂરી કરે છે અને ઓપરેશન કરાવી શક્યા નથી. એમની જોડે કોઇ આધાર પૂરાવા ન હોવાથી એટલે આધારકાર્ડ અને રેશનકાર્ડ ન હોવાથી સરકારની કોઇપણ યોજનાઓનો લાભ પણ લઇ શક્યા નથી.

[google_ad]

 

 

અને એમની કર્મની કઠણાઇ કહું તો પણ ચાલે આવામાં ફૂલાભાઇની પત્નીએ સગાના કડલાં પહેરેલા હતા. જે એમના પતિને દુઃખ આવતાં સારવાર માટે વેચીને એક દેશી દવાથી મટાડી આપનાર ઠગ ઉંટવૈદે પાસેથી રૂ. 18,000 ની દવાઓ લઇને આવ્યા હતા. પણ કઇ ફરક ન પડયોને વધારે તબિયત લથડતાં અમારો સંપર્ક કર્યો હતો. એમને ખાધે બે માસ થયા હતા.

[google_ad]

 

 

 

 

 

 

 

 

કહે સાહેબ કઇ ખવાતું નથી. દિવસમાં દૂધ અને બિસ્કીટ ખાઇ દિવસો કાઢું છું. બીજું કંઇ ખાઉં તો ગળામાં છોલાય છે અને પાણી પણ નેઠ ઉતરે છે. અમને તબીબે લખી આપેલી દવા આપવાથી જમવામાં હવે રાહત રહે છે. બે ટાઇમ જમી શકાય છે.’

[google_ad]

 

 

 

 

 

 

 

જો કે, અમને આખી હકીકત જણાવતાં અમે તાત્કાલીક એમના ગામ થરાદથી અમારા સંપર્કમાં રહેલાં સેવાભાવી મિત્ર ધનસુખભાઇ સોનીના સહયોગથી બધી પ્રક્રીયા કરાવી એમનું આયુષ્યમાન કાર્ડ ડીસામાં હેતલબેન મોદીના સહયોગથી તાત્કાલીક કઢાવી દીધું છે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

બીજા દિવસે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની અને સંગઠનના સેવાભાવી દીપકભાઇ કચ્છવા તેમજ નિરવભાઇ ઝવેરીના સહયોગથી સંગઠન મિત્ર મેહુલભાઇ ઠક્કર સાથે પ્રાઇવેટ વાહનમાં પાલનપુર સંકુલ હોસ્પિટલમાં લઇ જઇને તબીબ મુકેશ ચૌધરીના કહેવા મુજબ સીટી સ્કેન અને બાયોસ્પી કરાવી દીધી છે. જેમાં સીટી સ્કેનના રીપોર્ટ શુક્રવારે મળી ગયા છે.

[google_ad]

 

 

 

 

 

 

 

પણ બાયોસ્પીના રીપોર્ટ 4 દિવસ પછી આવશે અને એ પછી બધી સારવાર આયુષ્માન કાર્ડમાં મફત થશે. ડૉ. મુકેશ ચૌધરીના સહયોગથી રીપોર્ટ કરાવવાના ચાર્જમાં ખૂબ ઓછો ખર્ચ થયેલ અને તાત્કાલીક સારવાર પૂરી પડાઇ અને રીપોર્ટ આવ્યા પછી આગળની સારવાર મહેસાણા શકુંજ હોસ્પિટલમાં સારવાર કરાવશે એમને હાલ પૂરતી રહેવા અને જમવાની સગવડ કરાઇને ઘરે મૂક્યા છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share