અમીરગઢ પાસે પીકઅપ ગાડી અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત : 1નું મોત, 7 લોકો ઘાયલ

Share

અમીરગઢ નજીક ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર માવલ પાસે કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા. રાજસ્થાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે વહેલી સવારે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવી રહેલી એક પીકઅપ ગાડી અને કન્ટેનર વચ્ચે રાજસ્થાનના માવલ નજીક અકસ્માત થયો હતો.

[google_ad]

જેમાં પીકઅપ ગાડીમાં સવાર સાત લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

 

From – Banaskantha Update


Share