પાલનપુરના મડાણા (ગઢ) ના એજન્ટે વાહનની લોનના કોરા ચેકમાં ખોટી સહી કરી રૂ. 11.03 લાખની છેતરપિંડી આચરતાં ચકચાર

Share

 

પાલનપુર રેલ્વે 50 ક્વાર્ટસ વિસ્તારમાં રહેતાં ટ્રેકમેન અને તેમની પત્નીએ વાહન ખરીદવા માટે લોન કરવા આપેલા ચેકનો દૂરપયોગ કરી 11 ચેક ઉપર બનાવટી સહી કરી અને રોકડ રકમ રૂ. 4,07,400 લઇ પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ના એજન્ટે રૂ. 11.03 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે મહીલાએ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર રેલ્વે 50 ક્વાર્ટસ વિસ્તારમાં રહેતાં ગંગાબેન અને ટ્રેકમેન તરીકે નોકરી કરતાં તેમના પતિ કનૈયાલાલ મશરૂભાઇ ભીલે ઇકો ગાડીની લોન કરાવવા માટે પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ના એજન્ટ વસંતભાઇ ઉર્ફે અશોકકુમાર મોતીજી મેજીયાતરને ત્રણ ચેક સહી કરીને આપ્યા હતા. જે બાદ કનૈયાલાલની ગેરહાજરીમાં ઘરેથી 11 કોરા ચેક લઇ ગયા હતા.

[google_ad]

 

 

 

 

 

 

 

જેના ઉપર ખોટી સહીઓ કરી તબક્કાવાર રૂપિયા જૂદા-જૂદા સમયે રૂ. 6,96,545 ઉપાડી લીધા હતા. આ ઉપરાંત પતિ-પત્નીએ અગાઉ તેને ગાડી લાવવા માટે રૂ. 4,07,400 આપ્યા હતા. તે મળીને કુલ રૂ. 11,03,945 ની છેતરપિંડી આચરી હતી.

[google_ad]

 

 

 

 

 

 

ફાયનાન્સનો કર્મચારી ઘરે આવીને તમારા વાહનના લોનના હપ્તા ભરાયા નથી તેવું કહેતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ અંગે ગંગાબેને પાલનપુર રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share