માર્ગ મકાન મંત્રી સમક્ષ ઘા : પાલનપુર એરોમા સર્કલે ટ્રાફીક મુદ્દે જન આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી સંગઠનો દ્વારા 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું

Share

પાલનપુર એરોમા સર્કલે વકરી રહેલી ટ્રાફીકની સમસ્યાને લઈ આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ટ્રાફીક મુદ્દે શહેરના અગ્રણીઓ મેદાને આવ્યા છે. પાલનપુર એરોમા સર્કલે ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે શહેરના વિવિધ સંગઠનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે.

[google_ad]

 

જ્યાં સિવિલ સોસાયટી સહીત શહેરના અગ્રણીઓ દ્વારા બીજા દિવસે રજૂઆત કરાઇ હતી. જેમાં રૂ. 140 કરોડનો ફલાય ઓવરબ્રિજ સાથે રૂ. 380 કરોડના ખર્ચે દરખાસ્ત કરાયેલા બાયપાસને પણ અગ્રતા આપવા જણાવાયું છે. બીજી તરફ સંગઠનો દ્વારા 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. ત્યારબાદ જન આંદોલન કરવાની ચિમકી અપાઇ છે.

[google_ad]

advt

 

 

પાલનપુર એરોમા સર્કલે ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે સિવિલ સોસાયટીના શૈલેષભાઇ જોષી, જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, સાંસદ પરબતભાઇ પટેલ, જીલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઇ શાહ, નંદાજી ઠાકોર, મહામંત્રી ડાહ્યાભાઇ પીલીયાતર, દિલીપસિંહ ઠાકોર અને કનુભાઇ વ્યાસ સાથે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીને રજૂઆત કરી હતી. જેમાં પાલનપુર શહેરમાં ઓવરબ્રિજ બનાવવા માટે રૂ. 100 કરોડ મંજૂર કરાયેલા છે. પરંતુ તેનું એસ્ટીમેન્ટ રૂ.139 કરોડ બનેલું હોવાથી તે દરખાસ્ત કાર્યપાલક ઇજનેર દ્વારા તા. 28/07/2020 ના રોજ મંજૂરી માટે મોકલવામાં આવી છે.

[google_ad]

 

 

 

આ ઉપરાંત શહેરની પશ્વિમ તરફ સોનગઢ ગામથી જગાણા સુધી 24 કિ.મી.નો ફોરલેન બાયપાસ બનાવવા રૂ. 380 કરોડની દરખાસ્ત પણ કાર્યપાલક ઇજનેર પાલનપુર દ્વારા તા.14/09/2021 ના રોજ સરકારમાં રજૂ કરાઇ છે. જેને મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી. સાંસદ પરબતભાઇ પટેલ દ્વારા પણ બાયપાસના કામ માટે રજૂઆત કરાઇ છે. જ્યારે શહેરના સંગઠનોએ 15 દિવસમાં કામગીરી નહી શરૂ કરવામાં આવે તો જન આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

[google_ad]

 

 

 

બનાસકાંઠા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઇ જોષીએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઓવરબ્રિજ બનીને પુરો ન થાય ત્યાં સુધી હાલ પૂરતું ટ્રાફીકજામનું ઝડપી નિવારણ લાવવા માટે અમદાવાદ હાઇવે ઉપર જગાણા પાટીયા પાસેના ચાર રસ્તા ઉપર 300 સેકન્ડનું એક ટ્રાફીક સિગ્નલ મૂકવું જોઇએ અને તે સિગ્નલ ખૂલે એટલે ડીસા હાઇવે, આબુ હાઇવે અને પાલનપુર સીટી તરફથી આવતાં ટ્રાફીકને પણ રોકવામાં આવે તો અમદાવાદથી આબુ તરફનો વાહન વ્યવહાર સરળતાથી પસાર થઇ શકે.

[google_ad]

 

 

 

પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય અમૃતભાઇ જોષીએ જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણને રજૂઆત કરી હતી. જેમાં
(1) વાઘરોળથી ભાખર, કાંટ થઈ ડીસા હાઇવેને રસ્તો મેળવી શકાય આ રોડને પહોળો કરી બાયપાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય જેથી નવિન જમીન સંપાદન કરવાનો પ્રશ્ન ન રહે અને ઓછા ખર્ચમાં પણ આ કામ થઈ શકે.

[google_ad]

 

(2) અમદાવાદ હાઈવેથી પાલનપુર શહેર તરફ ગોબરી તળાવ પાસેના રેલ્વે ફાટક ઉપર બની રહેલ પુલની કામગીરીમાં ઝડપ કરાવી પૂર્ણ કરી શકાય તો પાલનપુર શહેરમાંથી અમદાવાદ આવવા જવાનો નવો માર્ગ ચાલુ થાય જેથી એરોમા સર્કલ અને ડોક્ટર હાઉસ પાસેનો પુલનો ટ્રાફીક હળવો કરી શકાય.

[google_ad]

 

 

(૩) અંબાજીથી અમદાવાદ જતાં આવતાં રસ્તાનો ટ્રાફીક જગાણા મુકામે નાનું સર્કલ બનાવી જગાણા ઉપર બનાવેલ પુલ ઉપર થઈ બનાસ ડેરી થઈ રતનપુર તરફનો હયાત રસ્તો પહોળો કરી શકાય તો આ રસ્તાનો પણ બાયપાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય અને નવિન જમીન સંપાદન ન કરવી પડે.

[google_ad]

 

(4) અમદાવાદ હાઇવેથી કાણોદર થઈ ટાકરવાડા થઈ ગઢ-સામઢી થઈ ધરપડા-જૂનાડીસા તરફ જતો હયાત રસ્તો પહોળો કરી ટ્રાફીકને હળવો કરી શકાય.

 

From – Banaskantha Update


Share