દાંતીવાડાના વાઘરોળ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

Share

 

દાંતીવાડા તાલુકાના વાઘરોળ નજીક હોટલ પાસે બુધવારે અજાણ્યા વાહને ટક્કર મારતાં ડાંગીયા ગામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઇએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા વાહન ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના વાઘરોળ હોટલ નજીક બુધવારે પસાર થઇ રહેલા ડાંગીયા ગામના પોપટજી રતુજી ઠાકોરને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને માથું, કમર અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

 

 

અકસ્માતની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહ વાઘરોળ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાયો હતો. આ અંગે મૃતકના ભાઇ મુકેશજી રતુજી ઠાકોરે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા વાહન ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

[google_ad]

 

 

 

 

 

 

 

પોપટજીના લગ્ન પાલનપુર તાલુકાના માલણ ગામમાં રહેતાં સોનાજી ઠાકોરની દીકરી નાથીબેન સાથે થયા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન બે દીકરા છે.પોપટજી ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન આ માર્ગ અકસ્માતમાં તેમનું મોત નિપજતાં પરિવારે મોભી અને બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share