પાલનપુરની એક યુવતીને તેની સ્ત્રીમિત્ર સાથે લાગણી થઈ જતાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું અને તેની સાથે જ રહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. પરિવારજનોએ કોઈ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરતાં તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ છેલ્લે બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી, જેમાં ટીમે તેને સમજાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.
[google_ad]
બનાસકાંઠા 181 અભયમનાં કાઉન્સેલર લક્ષ્મીબેને જણાવ્યું હતું કે શહેરના એક વિસ્તારમાં રહેતી એક યુવતી ઉંમરલાયક થતાં પરિવારજનોએ તેને લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ તે તેમની વાત સાંભળતી ન હતી, આથી ચિંતામાં મુકાયેલા તેના ભાઇ તેમજ પિતાએ ખાનગીમાં પૂછતાં યુવતીનો જવાબ સાંભળી તેઓ ખૂબ જ અવઢવમાં મુકાઇ ગયા હતા.

[google_ad]
યુવતીએ એવું કહ્યું હતું કે, હું લગ્ન કરવા માગતી નથી. મારે એક સ્ત્રી મિત્ર છે, તેની સાથે મૈત્રીકરાર છે. તેની સાથે જ રહેવા માગું છું. લગ્ન કરવાનું દબાણ કરાશે તો આપઘાત કરતાં પણ અચકાઈશ નહિ. ભાઈ અને પિતાએ તેને બહુ સમજાવી, બીજા સમાજના યુવક સાથે પણ જો ઈચ્છે તો લગ્ન કરાવીશું, પરંતુ સ્ત્રી સાથે રહેવું યોગ્ય નથી એવું દબાણ કરતાં યુવતીએ આપઘાત કરી લેવાની ઈચ્છા કરી હતી.
[google_ad]
યુવતીએ 181 અભયમની ટીમની મદદ લીધી હતી. મહિલા પોલીસ શિલ્પાબેન સાથે યુવતીના ઘરે ગયા હતા. જ્યાં અમે પણ તેને બે સ્ત્રીઓ વચ્ચે આવી રીતે કેવી રીતે સંબંધ રહે. યુવતીએ લગ્ન કરવાની ધરાર ના પાડી હતી તેમજ હવે પછી પરિવાર સાથે પણ નથી રહેવું એમ જણાવતાં આખરે સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

[google_ad]
પાલનપુર સિટીલાઇટ વિસ્તારમાં રહેતી યુવતીની ઉંમર 24 વર્ષ છે. તેના પરિવારમાં માતાનું નિધન થયું છે. અત્યારે તેના પિતા અને ભાઈ-ભાભી સાથે રહે છે. તેણે સાત મહિના અગાઉ અન્ય જિલ્લામાં નોકરી કરતી મહિલા સાથે મૈત્રીકરાર કર્યા છે.
[google_ad]
પાલનપુર 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 2 મહિલા વચ્ચે પ્રેમ હોવાનો અગાઉ પણ કેસ નોંધાયો હતો, જેમાં દાંતીવાડા અને શિહોરીની બે મહિલાએ સાથે રહેવા માટે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેમને નારી સંરક્ષણગૃહમાં મૂકી હતી, જેઓ બંને અત્યારે સાથે રહી ખાનગી નોકરી પણ કરે છે. આ અંગે એડવોકેટ ભાવેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, ભારતના પ્રવર્તમાન કાયદા મુજબ પુખ્તવયની બે સમલૈંગિક વ્યક્તિઓ સાથે રહી શકે છે.
From – Banaskantha Update