થરાદમાં પોલીસે 11 માસમાં ઝડપેલા રૂ. 1.6 કરોડના દારુ પર બુલડોઝર ફેરવાયું

Share

થરાદ અને જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા 11 માસમાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી થરાદ પોલીસ મથકમાં દારૂનો ભરાવો થયો હતો. આથી થરાદ પોલીસ દ્વારા રૂ. 1,06,84,252 કિંમતના દારૂના જથ્થાને ખોડા ચેકપોસ્ટ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં થરાદ પોલીસ દ્વારા પકડાયેલા દારૂનો ભરાવો થતાં પોલીસ દ્વારા તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. રૂ. 1,06,84,252 ની 67,000 185 જેટલી દારૂની બોટલોના જથ્થાને ખોડા ચેકપોસ્ટ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

[google_ad]

advt

 

આ અંગે જે.બી ચૌધરી પી.આઇ.એ જણાવ્યું હતું કે, આ કામગીરીમાં નાયબ કલેકટર વી.સી બોડાણા, એ.એસ.પી. પૂજા યાદવ, નશાબંધી અને આબકારી અધિક્ષક પાલનપુર તેમજ થરાદના પી.આઇ. જે.બી ચૌધરી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તા. 1 જાન્યુઆરી 2021થી અત્યાર સુધીનો મુદ્દામાલ કોર્ટના હુકમ આધારે પોલીસ બંદોબસ્ત સાથે નાશ કરવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share