વાવના બટુક મોરારી બાપુએ મુખ્યમંત્રીને મોતની ધમકી આપી 11દિવસમાં રૂ. 1 કરોડની માંગણી કરતાં ચકચાર

Share

વાવના રામ કથાકારે તાજેતરમાં નવા નિમાયેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને 11 દિવસમાં રૂ.1 કરોડ નહી આપે તો અકસ્માતમાં મોત થવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ છે. જેમાં જો રૂ. 1 કરોડ આપ્યા બાદ મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવાની વાત કરી હતી. મુખ્યમંત્રીને ધમકી આપતાં રામ કથાકારનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, વાવના રામ કથાકાર મહેશગીરી ઉર્ફે બટુક મોરારીએ તાજેતરમાં નવા નિમાયેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને 11 દિવસમાં રૂ. 1 કરોડ નહી આપે અકસ્માતમાં મોત થવાની ધમકી આપતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

[google_ad]

 

advt

 

જેમાં જો રૂ. 1 કરોડ આપ્યા બાદ મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવાની વાત કરી હતી. મુખ્યમંત્રીને ધમકી આપતાં રામ કથાકારનો 11 દિવસમાં રૂ. 1 કરોડની ખંડણી માંગતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જો કે, રામ કથાકાર નશાની હાલતમાં ધૂત કથિત છે તે અંગે ચર્ચાઇ રહ્યું છે.

 

 

From – Banaskantha Update


Share