પાલનપુરમાં 2 દિવસ અગાઉ હાઇવે પર આવેલાં મેગા આસ્થા સોસાયટીમાં રહેતાં મીતાબેન રાવલ 2 સંતાનોની માતા જે શિક્ષીકા તરીકે નોકરી જવા સોમવારે એકટીવા સ્કૂટર લઇ નિકળેલા જે દરમિયાન હનુમાન ટેકરી નજીક પૂરઝડપે આવતી અજાણ્યા ગાડી ચાલકે અડફેટમાં લઇ નાસી છુટ્યો હતો.
[google_ad]
ઇજાગ્રસ્ત મહીલાને સિવીલમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયુ હતુ. લાશને પી.એમ.અર્થ પાલનપુર સિવિલમાં ખસેડાઇ હતી. ત્યારબાદ પોલીસે લાશ વાલી વારસાને સુપરત કરી હતી.
[google_ad]

આ મામલે તેમના પતિ રાજુભાઇ રાવલ પશ્ચિમ પોલીસ ફરિયાદ નોધાવતાં અજાણ્યા ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અચાનક મોતના પગલે પરિવાર, સમાજ અને મિત્રમંડળમાં ભારે શોક જોવા મળ્યો હતો અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
From – Banaskantha Update