માતા-પુત્રનો મૃતદેહ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ

Share

અરવલ્લીનાં બાયડ તાલુકાનાં હઠીપુરા ખારી ગામેથી તા. 23 નવેમ્બરનાં રોજ એક મહીલા અને એક બાળકનો એમ 2 મૃતદેહ મળી આવ્યા હતા. આ શંકાસ્પદ મોત અંગે બનાવની જાણ થતાં સાઠંબા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૃતદેહ માતા અને પુત્રનો હોવાનું ખુલતાં ચકચાર મચી ગયો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ગત મંગળવારના રોજ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમની ઓળખ થતાં બે મૃતદેહ જેમાં 51 વર્ષિય માતા જમનાબેન ગામીત અને 12 વર્ષિય પુત્ર આલોક ગામીતનાં હોવાનું સામે આવ્યું છે. હઠીપુરા ખારી ગામેથી મળી આવેલો મૃતદેહ માતા અને પુત્રનો છે. સાઠંબા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતાં જેમના મૃતદેહ મળ્યા છે.

[google_ad]

advt

 

 

આ માતા-પુત્ર તાપી જીલ્લાનાં ખેરવાણ ગામનાં હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરતાં મળી આવેલાં બંને મૃતદેહોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ હવે આ મૃતદેહો અહીં કેવી રીતે આવ્યાં અને કોણ કેવી રીતે અહીં આ મૃતદેહ ફેંકી ગયુ છે તે દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરાઇ છે. ગુનાનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસની 5 ટીમો આ ભેદ ઉકેલવાની કામગીરી કરી રહી છે.

[google_ad]

 

 

રાજ્યમાં દરરોજ આવા ગુનાહીત કીસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગુનેગારોને કોઇનો ડર નથી તેવી રીતે તેઓ બેખોફ હરકતો કરી રહ્યાં છે. આ મામલે રાજ્ય પોલીસ અધિકારીઓ પણ ગંભીર પગલાં લેવા તૈયાર છે.

 

From – Banaskantha Update


Share