ધાનેરાના મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતાં વાહનચાલકો ત્રસ્ત

Share

ધાનેરા શહેરમા આવેલા મુખ્ય માર્ગ પર ઠેકઠેકાણે મસમોટા ખાડા પડી જવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધાનેરા પાલિકા વિકાસના મોટા દાવા કરી રહી છે. પરંતુ આજે ધાનેરાના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓ પોકળ વિકાસની વાતોને ખોટી સાબિત કરી રહ્યા છે. આમ શહેરના મુખ્ય ત્રણ માર્ગો છે.

[google_ad]

 

 

જેમાં ધાનેરા અગ્રવાલ હોસ્પિટલથી લઈ જુના બસ સ્ટેશન સુધી જ્યારે બીજો રસ્તો ધાનેરા નેનાવા ત્રણ રસ્તાથી લઈ જુના બસ સ્ટેશન અને ત્રીજો મુખ્ય માર્ગ ગંજ રોડને માનવામાં આવે છે. આમ બે કિ.મી.ના અગ્રવાલ હોસ્પિટલથી નેનાવા ત્રણ રસ્તા સુધીના માર્ગ પર ઠેકઠેકાણે ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની શું પરિસ્થિતી હશે તે વિચારવા જેવી છે.

[google_ad]

advt

 

આ સિવાય તાજેતરમાં કમોસમી વરસાદ પડવાથી રસ્તા પર પડેલા ખાડામા પાણી ભરાતા મોટરસાઇકલ સહીતના નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. પાકા રસ્તા પર ગટરલાઇન કે પાણીલાઇનના કનેક્શન લીધા પછી બાંધકામમા બેદરકારી રાખવાના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે.

[google_ad]

 

 

 

સમગ્ર વર્ષ દરમિયાન બે થી પાંચ વાર રીપેરીંગ થતા રસ્તાઓ આજે પણ ખરાબ હાલતમા જોવા મળી રહ્યા છે. ત્યારે સત્વરે આ સમગ્ર માર્ગને વધુ ખરાબ થાય તે પહેલાં રીપેર કરવામાં આવે તેવી લોકોમા માંગ થતી જોવા મળી રહી છે.

 

From – Banaskantha Update


Share