પાલનપુરમાં રખડતાં પશુઓને પાંજરે પૂરવા ઝૂંબેશ હાથ ધરાશે

Share

 

પાલનપુરમાં રખડતાં પશુઓની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને ઝડપી તેને ઢોરવાડામાં મોકલવાની ટેન્ડરની પ્રક્રીયા પૂર્ણ કરાઇ છે. જેને લઇ આગામી સમયમાં શહેરમાં રખડતાં પશુઓને પાંજરે પૂરવાની ક્વાયત હાથ ધરવામાં આવનાર છે.

[google_ad]

 

 

પાલનપુર શહેરમાં કેટલાંક પશુપાલકો પોતાના પશુઓને શહેરમાં રખડતાં છોડી મૂકતાં હોઇ ખોરાકની શોધમાં પશુઓ જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારમાં ભટકતાં હોય છે અને કેટલીક વાર લોકોને નુકશાન પહોંચાડતા હોય છે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

આમ શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી રખડતાં પશુઓની સમસ્યા વકરતાં આખરે નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને પાંજરે પૂરવાના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવતાં આવનારા સમયમાં કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં રખડતાં અને જાહેર માર્ગો પર અડીંગો જમાવતાં પશુઓને ઝડપી માલણ દરવાજામાં આવેલ ઢોરવાડામાં લઇ જવામાં આવશે.

[google_ad]

 

 

 

 

 

 

 

જ્યા 7 દિવસ રાખ્યા બાદ આ પશુઓને ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે. ત્યારે કોઇ પશુપાલક ઢોરવાડામાંથી પશુ લઇ જશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં પશુઓ માટે ઘાસચારા,પાણી અને મેડીકલની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં એક પશુને ઝડપવા દીઠ રૂ. 4200 નું ચૂકવણું કરવામાં આવશે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share