ACBની સફળ ટ્રેપથી ખાનગી કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતો રંગેહાથ ઝડપાયો : ફોરેસ્ટ બીટ ગાર્ડ ફરાર

Share

ભાવનગર જીલ્લાના મહુવામાં જલાવ લાકડાનો વેપાર કરતાં હોય તેઓએ ચિખલી વિસ્તારમાંથી ગત તા. 23-11-2021ના રોજ પંચકુટી જલાવ લાકડાનો ટેમ્પો ભરી ડ્રાઇવરને સુરત સચિન જી.આઇ.ડી.સી. ઔદ્યોગિક એકમમાં ખાલી કરવા માટે રવાના કર્યો હતો. જોકે, ફોરેસ્ટના બીટ ગાર્ડ અને ખાનગી કોમ્પ્યુટર ઓપરેટરે ટેમ્પા ચાલકને લાકડા ભરેલા ટેમ્પા બાબતે પૂછપરછ હાથ ધરી દાખલાની માંગણી કરતાં ટેમ્પા ચાલકે પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતું. જેથી ટેમ્પા ચાલકના મોબાઇલ ફોનથી ફરીયાદીના મોબાઇલ ફોન ઉપર કાયદેસરની કાર્યવાહી નહી કરવા માટે રૂા.10,000ની લાંચની રકમની માંગણીની વાતચીત કરી હતી અને રકઝકના અંતે રૂા.5,000 નક્કી કર્યું હતું.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર જીલ્લાના મહુવામાં જલાવ લાકડાનો વેપાર કરતાં હોય તેઓએ ચિખલી વિસ્તારમાંથી ગત તા. 23-11-2021ના રોજ પંચકુટી જલાવ લાકડાનો ટેમ્પો ભરી ડ્રાઇવરને સુરત સચિન જી.આઇ.ડી.સી. ઔદ્યોગિક એકમમાં ખાલી કરવા માટે રવાના કર્યો હતો. જેમાં ફોરેસ્ટના બીટ ગાર્ડ અને ખાનગી કોમ્પ્યુટર ઓપરેટરે ટેમ્પા ચાલકને લાકડા ભરેલા ટેમ્પા બાબતે પૂછપરછ હાથ ધરી દાખલાની માંગણી કરતાં ટેમ્પા ચાલકે પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેથી ટેમ્પા ચાલકના મોબાઇલ ફોનથી ફરીયાદીના મોબાઇલ ફોન ઉપર કાયદેસરની કાર્યવાહી નહી કરવા માટે રૂા.10,000ની લાંચની રકમની માંગણીની વાતચીત કરી હતી અને રકઝકના અંતે રૂા.5,000 નક્કી કર્યું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જ્યારે ફરીયાદીનો મોબાઇલ નંબર ટેમ્પા ચાલક પાસેથી લઇ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂા.5,000ની માંગણી કરી હતી. જેથી ફરીયાદી લાંચની રકમ રૂા.5,000 આપવા માંગતાં ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં જે ફરીયાદ આધારે નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેપીંગ અધિકારી કે.જે.ચૌધરી અને સુરત એ.સી.બી. એકમના મદદનીશ નિયામક સુપર વિઝન અધિકારી એન.પી.ગોહીલે ગુરૂવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

મહુવા વેલણપુર વર્ગ-3ના બીટ ગાર્ડ તરૂણભાઇ ઠાકોરભાઇ નેતાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી ખાનગી કોમ્પ્યુટર ઓપરેટર દર્શનકુમાર કનુભાઇ ચૌધરીને લાંચની રકમ રૂા.5,000 આપી દેવા જણાવ્યું હતું. જેથી ખાનગી કોમ્પ્યુટર ઓપરેટરે ફરીયાદીના મોબાઇલથી ફોરેસ્ટના બીટ ગાર્ડ સાથે વાત કરી ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા. 5000ની લાંચ લેતાં મહુવા રેન્જ ફોરેસ્ટરની ઓફીસ રૂમમાં રંગેહાથ આબાદ ઝડપાયા હતા. જ્યારે ફોરેસ્ટના બીટ ગાર્ડ તપાસ દરમિયાન મળી આવેલ નથી. જ્યારે ખાનગી કોમ્પ્યુટર ઓપરેટરની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share