થરાદમાં બાઈક પર લઇ જવાતો વિદેશી દારુ સાથે 2 ઇસમો ઝડપાયા

Share

પોલીસની ટીમ થરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દુધવા તરફથી એક બજાજ પલ્સર નં.GJ-13-AL-4162માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી લુણાલ તરફ આવનાર છે.

[google_ad]

જે બાતમી હકીકત આધારે નાકાબંધી કરી પકડી પાડી સદરે બાઈકમાં લટકાવેલ થેલામાંથી બોટલ નંગ-156/- કિ.રૂ.26,700/- તથા બાઈક કિ.રૂ.20,000/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.10,000 મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.56,700/-ના મુદ્દામાલ સાથે બાઈકના ચાલક હિતેશકુમાર કૌશિકભાઈ પટેલ રહે.માડકા તા.વાવ તથા શિવરામભાઈ હરસંગભાઈ પટેલ રહે.મલુપુર તા.થરાદ વાળો મળી આવતા તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

From – Banaskantha Update


Share