પાલનપુરમાં સરકારી આદિજાતિ છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનની વ્યવસ્થા માટે રજૂઆત કરાઇ

Share

પાલનપુરમાં આવેલી સરકારી આદિ જાતિ કુમાર છાત્રાલયમાં ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ દિવસથી પોતાની જાતે જ ભોજનની વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી હોઇ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ દ્વારા છાત્રાલયમાં ભોજનની વ્યવસ્થા કરવાની માંગ સાથે તકેદારી કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી.

[google_ad]

 

પાલનપુરના આકેસણ રોડ પર આવેલી સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયમાં રહીને વિવિધ શાળા કોલેજમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાત મંદ પરીવાર ના વિદ્યાર્થીઓ કોલેજાે શરૂ થતાં જ અભ્યાસ માટે સરકારી છાત્રાલયમાં આવી ગયા છે. પરંતુ છાત્રાલયના ગૃહપતિ દ્રારા આ વિદ્યાર્થી ઓ માટે ભોજન ની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા ગરીબ વિદ્યાર્થીઓ ને પોતાની જાતે ભોજન વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે.

[google_ad]

 

advt

 

જોકે, ભોજન અંગે ગૃહપતિને રજુઆત કરવામાં આવતા ગૃહપતિએ વિદ્યાર્થીઓ હજુ વધુ દિવસ જાતે જ ભોજનની વ્યવસ્થા કરવાનો ઉડાવ જવાબ આપતા છેલ્લા ત્રણ દિવસથી પોતાની જાતે જમવાની વ્યવસ્થા કરતા વિદ્યાર્થીઓ દ્રારા છાત્રાલયમાં ભોજન ની વ્યવસ્થા ચાલુ કરવા તકેદારી કચેરીમાં રજુઆત કરવામાં આવી આવી હતી.

 

From – Banaskantha Update


Share