અમીરગઢમાં મતદાન જાગૃતિ માટે ઇકબાલગઢ ગ્રામ પંચાયતમાં જનસભા યોજાઇ

Share

અમીરગઢના પી.એસ.આઈ. દ્વારા ઈકબાલગઢમાં ગઈકાલે બુધવારે જનસભા યોજવામાં આવી હતી. હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઈને ઇકબાલગઢ ગામમાં પણ સરપંચ પદ માટે ઉમેદવારો પૂર જોશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સહિત પોલીસ પણ સતર્ક બની છે. જેના પગલે અમીરગઢના પીએસઆઈ દ્વારા મતદાન જાગૃતિ માટે ઈકબાલગઢમાં જનસભા યોજવામાં આવી હતી.

[google_ad]

 

અમીરગઢના પી.એસ.આઈ. તથા ઇકબાલગઢ ઓપી બીટના જમાદાર સ્ટાફ સાથે સવારે ઇકબાલગઢ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોની હાજરીમાં જનસભા યોજવામાં આવી હતી. ઈકબાલ ગઢના સરપંચ તેમજ ગામના આગેવાનોની હાજરીમાં અમીરગઢ પીએસઆઇ તેમજ ઈકબાલગઢ આઉટ પોસ્ટના તમામ પોલીસ કર્મીઓએ ચૂંટણી દરમિયાન પંચાયતી રાજના કાયદાનો ચુસ્ત અમલ થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે તમામને મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

 

[google_ad]

 

આ અંગે ઈકબાલગઢના સરપંચે જણાવ્યું હતું કે ચૂંટણીમાં દરેક મતદારોએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કોઇપણ વ્યક્તિ પોતાના પોતાના મતાધિકારથી વંચિત ના રહી જાય તે બાબતને દરેકે પ્રાથમિકતા આપવી જોઈએ.

 

From – Banaskantha Update


Share