ડીસાની કોલેજમાં યુનિવર્સિટી ચેસ ભાઇઓ-બહેનોની સ્પર્ધા યોજાઇ

Share

ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં યુનિવર્સિટીની અનેક જૂદી-જૂદી રમતોનું આયોજન કરાયું છે. ચાલુ વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ચેસ ભાઇઓ-બહેનો સ્પર્ધા તા. 25 નવેમ્બર અને તા. 26 નવેમ્બરે યોજાઇ હતી.

[google_ad]

 

આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન યુનિવર્સિટીના શા. શિ. ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. ચિરાગભાઇ પટેલ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યાં હતા. કેમ્પસ નિયામક સી.એસ. પટેલ અને કોલેજ પ્રિ. રાજુભાઇ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

advt

 

આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાતના જૂદા-જૂદા જીલ્લાની લગભગ 35 કોલેજના 56 વિદ્યાર્થી ભાઇઓ અને 35 વિદ્યાર્થી બહેનો કુલ 91 વિદ્યાર્થી ભાઇઓ-બહેનો અને 40 કોચ તેમજ મેનેજરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરીએ કર્યું હતું.

 

From – Banaskantha Update


Share