ડીસામાં પોલીસ દ્વારા યુવક-યુવતિઓને નિઃશુલ્ક તાલીમ શરુ કરાઇ

Share

આગામી પોલીસ ભરતીમાં જોડાવા માટે યુવક-યુવતિઓ તૈયારી કરી રહ્યા છે. પરંતુ પૈસા ખર્ચીને એકેડેમીમાં ન જોડાઈ શકનાર ઉમેદવારો માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા એરપોર્ટ ગ્રાઉન્ડમાં નિશુલ્ક તાલીમ શિબિર શરૂ કરવામાં આવી છે.

[google_ad]

 

ગુજરાત પોલીસ વિભાગમાં 10 હજારથી વધુ લોકરક્ષક દળની ભરતી જાહેર કરવામાં આવી છે અને આગામી તા. 1 ડીસેમ્બરથી પ્રેકટીકલ (દોડ) પરીક્ષા શરૂ થનાર છે. પોલીસ ભરતીમાં ભાગ લેવા માટે અનેક યુવક-યુવતિઓ એકેડેમીમાં જોડાઈને અત્યારથી જ તાલીમ લઈ રહ્યા છે. પરંતુ એકેડેમીની ફી ન ભરી શકનાર ઉમેદવારોની મદદે ડીસા તાલુકા પોલીસ આવી છે.

[google_ad]

advt

 

 

ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસાના એરપોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ અને પી.એસ.આઇ.ની પરીક્ષા આપનાર યુવક યુવતિઓ માટે નિશુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી છે. જેમાં વહેલી સવારે પોલીસના તાલીમબધ્ધ જવાનો ઉમેદવારોને પોલીસ ભરતીમાં જોડાવા માટે દોડ સહીતનું માર્ગદર્શન આપી રહયા છે.

[google_ad]

 

 

 

પોલીસ અને પી.એસ.આઇ.માં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે. તેવા ઉમેદવારોને ડીસા તાલુકા પોલીસના તાલીમબધ્ધ જવાનો દોડ સહીત ઉમેદવારોને મૂઝવતાં પ્રશ્નોના માર્ગદર્શનની સાથે સાથે નિશુલ્ક તાલીમ આપવામાં આવે છે. તેમ ડીસા તાલુકા પી.આઈ. એમ.જે.ચૌધરીએ જણાવી ઉમેદવારોને તેનો લાભ લેવા અપીલ કરી હતી.

 

From – Banaskantha Update


Share