પાલનપુરમાં ડમ્પિંગ સાઇટની દુર્ગંધથી હઝારો સ્થાનિક પરેશાન : રોગચાળો ફેલાવાનો ખતરો

Share

પાલનપુર ડમ્પીંગ સાઇટ હજારો લોકોના આરોગ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે. પાલનપુરમાં ડમ્પીંગ સાઈટને લઈને 10થી 12 જેટલાં ગામડાઓનો જવાનો માર્ગ પણ બંધ હાલત જેવો થઈ ગયો છે.

[google_ad]

 

અંબાજી હાઈવે નજીક આવેલી ડમ્પીંગ સાઇટમાં શહેરનો કચરો થવાને કારણે કચરાનો મોટો ડુંગર બની ગયો છે. આજુબાજુમાં 15થી વધુ સોસાયટીના રહીશોના આરોગ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે.

[google_ad]

 

પાલનપુર નગરપાલિકાએ ડમ્પીંગ સાઇટ રહેણાક વિસ્તાર નજીક હોવા કારણે સ્થાનિકોના આરોગ્ય સામે સવાલ ઊભા થયા છે. ત્યારે 15થી વધુ સોસાયટીના રહીશો પરેશાન છે. 10થી 12 જેટલાં ગામડાઓનો જવાનો માર્ગ બંધ થઇ જવાથી વાહનચાલકોને પણ મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે તીવ્ર દુર્ગંધ રહીશો પરેશાન થયા છે. હવે રહીશોએ ગાંધીનગર જઇને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

[google_ad]

 

અગાઉ પાલનપુર નગરપાલિકાથી માંડી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો થઇ છે. પરંતુ આ ડમ્પીંગ સાઇટનો નિકાલ આવ્યો નથી. ત્યારે હવે રહીશોની માગણી છે કે, આ ડમ્પીંગ સાઇટ પરથી હટાવાય તો લોકોનું આરોગ્ય જળવાઈ રહે.

 

From – Banaskantha Update

 


Share