ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશને એક ગરીબ પરિવારની જીંદગીમાં બદલાવ લાવતાં ખુશીનો માહોલ છવાયો

Share

 

ડીસાના શિવનગર વિસ્તાર રહેતાં જોગાભાઇ દેવીપૂજકને એક વર્ષ અગાઉ અકસ્માત સર્જાવાની ઘટના બની હતી. જેમાં એક પગ કપાવાનો વારો આવ્યો હતો. જેમાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. જ્યારે પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે.

[google_ad]

 

 

ઘરમાં કોઇ આવક ન હતી. જેથી પરિવારનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. જેથી આ વિકટ પરિસ્થિતિ અંગે સેવન સ્ટાર ફાઉન્ડેશન-ડીસાને ધ્યાને આવતાં છેલ્લા છ માસથી સેવન સ્ટાર ફાઉન્ડેશન-ડીસા દ્વારા કરિયાણાની કીટ ઘર સુધી પહોંચાડી સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

[google_ad]

 

 

આ અંગે સેવન સ્ટાર ફાઉન્ડેશન-ડીસાને જોગાભાઇએ જણાવ્યું હતું કે, ભીખ માંગીને ઘરના પરિવારનું ગુજરાન નથી કરવું પણ મારે મહેનત અને મજૂરી કરીને મારા ઘરના પરિવારનું ગુજરાન ચલાવવું છે. જેથી તમે મને કોઇ ધંધાનો ખ્યાલ આપો.

[google_ad]

 

 

એક પગ કપાઇ ગયો હોવા છતાં જુસ્સો જોઇને લોકોએ એમના જોડેથી શિખ લેવી જોઇએ. જેથી સેવન સ્ટાર ફાઉન્ડેશન-ડીસાએ જોગાભાઇ દેવીપૂજક અને પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે શાકભાજી સાથે ભરેલી નવી લારી લાવી આપીને નવા ધંધાનો પ્રારંભ કરાવ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share