ગેન્ગરેપ કેસ: રેલવે SPની કબુલાત-‘યુવતીના હાથ-પગ-સાથળના ભાગે ઈજાના નિશાનો, ગેંગરેપ થયો

Share

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ બાદ પણ નરાધમો પકડાયા નથી. આજે રેલવે SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, ‘યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા છે’.

વડોદરા અને આસપાસ 1000થી વધુ રિક્ષાચાલકોના નિવેદન લેવાયા છે: રેલવે SP

[google_ad]

દુષ્કર્મ મામલે રેલવે SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300થી વધુ ગુનેગારોની પૂછપરછ પણ કરવામાં આવી છે. નવસારીની યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે.

 

[google_ad]

દુષ્કર્મનો બનાવ સાંજના 6:30 વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. આ ઘટનાની ગુથ્થીને ઝડપથી તેનો ભેદ ઉકેલવા SITની રચના કરાઈ છે.

રેલવે SP પરીક્ષિતા રાઠોડ

[google_ad]

રેલવે SPએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સતત ગુનેગારોને પકડવા તમામ પ્રયાસ કરી રહી છે. જો પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હોત. ઓએસિસ સંસ્થા તરફથી હાલ સારો સહકાર મળી રહ્યો છે. આ ઘટના 29 ઓક્ટોબરે બની હતી અને આપઘાત 3 નવેમ્બરે તારીખે કર્યો હતો. ડાયરીનું પાનું ફાટ્યું તે અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેના કોઈ પુરાવા નથી મળ્યા પણ તપાસ ચાલુ છે. ભોગ બનનાર દીકરીએ પોતાની ડાયરીમાં વેદના વ્યક્ત કરી હતી. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના ટ્રસ્ટીએ ફાટેલા પેજનો ફોટો પોલીસને સુપરત કર્યો છે.

 

[google_ad]

તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું. પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી.

યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી

[google_ad]

તેમણે જણાવ્યું હતું કે, તેમજ રેલવે પોલીસની તપાસમાં પોલીસની અનેક ટીમો દ્વારા 1 હજારથી વધુ રિક્ષા ડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરી હતી. પરંતુ. નરાધમોની કોઇ કડી પોલીસને સાપડી નથી. ઘટનાના 21 દિવસ બાદ આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ, રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.

 

[google_ad]

મૃતક યુવતીની વડોદરામાં નોકરી હતી. કોરોના કાળ દરમિયાન તે છેલ્લા લાંબા સમયથી પોતાના ઘરે આવી ન હતી. વર્ષ 2021માં તે ફક્ત ગણેશ મહોત્સવ દરમિયાન અને હાલ દિવાળીના તહેવારો પર જ નવસારી આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો નવસારીમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ યુવતીના ઘરની આજુબાજુના દરેક રોડ-રસ્તાના સીસીટીવી ફૂટેજ શોધી રહ્યા છે અને યુવતી સાથે અભ્યાસ કરનાર તેની બહેનપણી તેના સ્કૂલ ટીચર અને અન્ય લોકોની પુછપરછ હાથ ધરી છે. પણ પરિવારજનોએ યુવતી જ્યાં કામ કરતી હતી તે સંસ્થા સામે શંકા વ્યક્ત કરી છે અને આ સમગ્ર મામલે હવે પોલીસની તપાસ પણ ઓએસિસ સંસ્થાની આસપાસ કેન્દ્રિત થઈ છે.

આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું

[google_ad]

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિન D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે રોજનીશી ડાયરીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમ સહિત અન્ય અનેક એજન્સીએ આગળની તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

વલસાડ રેલવે પોલીસના સીપીઆઇ બી.આર.ડાંગીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીડીતાએ 4 તારીખે વલસાડના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કર્યો હતો. બનાવની તપાસમાં પીડિતા વડોદરાની સંસ્થા ઓએસિસ (શાલીન એપાર્ટમેન્ટ-2, રેસકોર્સ, વડોદરા)માં છેલ્લા 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં અંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી. જેમાં 29 તારીખે બનેલા બનાવની વિગતો હતી.

 

[google_ad]

વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો છે. પોલીસે જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

 

 

From – Banaskantha Update


Share