ચાણસ્મા પોલીસ મથકમાં યુવકના મોત મામલે પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો : અમદાવાદમાં વિડીયોગ્રાફી સાથે પેનલ તબીબોથી પી.એમ. કરાવવા પોલીસે હૈયા ધરણા આપી

Share

ચાણસ્મા પોલીસ દ્વારા મંગળવારે જુગારની રેડમાં બે યુવકોને રાવળ વાસમાંથી ઝડપી લેવાયા હતા. જેઓને પોલીસ સ્ટેશન લઇ ગયા પછી મામલતદાર કચેરીમાં રજૂ કરવાની કાર્યવાહી દરમિયાન એક યુવકને ઉલ્ટી થઈ જવાથી મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોએ પોલીસ પર આરોપો લગાવ્યા હતા કે, પોલીસની મારથી યુવકનું મોત નિપજ્યું છે. આ મામલે ચાણસ્મા પોલીસે મૃતકની લાશનું અમદાવાદ ખાતે પી.એમ. રીપોર્ટ કરાવીને તેના રીપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવાની પરિવારજનોને હૈયા ધરણા આપી છે. આ મામલે બુધવારે એફ.એસ.એલ.ના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ચાણસ્માના રાવળ સમાજનો યુવકના મોત મામલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. જે મામલે પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસે પરિવારજનોને આશ્વાસન આપ્યું છે. આ અંગે ડી.વાય.એસ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં તેના સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તે દરમિયાન તેની તબિયત બગડતાં ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો. છતાં પણ પરિવારજનોએ જે આક્ષેપો છે તે મામલે તપાસ થાય માટે મૃતદેહનું અમદાવાદ ખાતે પેનલ તબીબ દ્વારા વિડીયોગ્રાફી સાથે પી.એમ. કરવામાં આવશે. તેનો જે રીપોર્ટ આવશે તેના આધારે પોલીસ કાર્યવાહી કરાશે. આ બાબતે કોઈપણ જગ્યાએ બેદરકારી રખાશે નહીં જે પણ સત્ય છે તે જરૂર બહાર આવશે.

[google_ad]

 

ચાણસ્મા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મંગળવારે બપોરે શહેરના ટેબાવાસમાં જુગારની રેડ કરાઈ હતી. જેમાં પ્રવિણકુમાર જેઠાલાલ રાવળ (ઉં.વ .આ. 36) અને દિનેશકુમાર શંકરભાઈ રાવળ (ઉં.વ. આ. 45) પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રીજો વ્યક્તિ જયેશ મૂળાભાઈ રાવળ નાસી છૂટ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 1110 રોકડા અને મોબાઇલ સહીત કુલ મળી રૂ. 4110 નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાઇ છે.

[google_ad]

 

 

પોલીસે ભાગેડુ આરોપીની શોધ આદરી હતી અને ઝડપાયેલા બંને આરોપીઓને જામીન માટે રજૂ કરવા કાર્યવાહી કરાઈ હતી. તે દરમિયાન દિનેશ રાવળને અચાનક ઉલ્ટી થવા લાગતાં તેની તબિયત લથડી હતી. જેને તાત્કાલીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ ત્યાં સુધી તેનું મોત નિપજ્યું હતું.

 

From – Banaskantha Update


Share