પાટણમાં યુવતીને લગ્નની ખાતરી આપી દુષ્કર્મ કરનાર યુવકને 7 વર્ષની સખત કેદનો હુકમ કર્યો

Share

 

પાટણ શહેરની એક યુવતીને લગ્નની ખાતરી આપી પોતે પરિણીત હોવા છતાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધાક-ધમકીથી શરીર સબંધ-દુષ્કર્મ કરવા અંગેના કેસમાં યુવકને અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સખત કેદ અને રૂ. 5,000 દંડની સજા ફરમાવી હતી અને ભોગ બનનાર યુવતીને યોગ્ય રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. કોર્ટે સહ આરોપીને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણ શહેરના રહીશ તરૂણ બાબુલાલ મોદી અને શહેરમાં રહેતી યુવતી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ દરમિયાન વર્ષ-2010 થી 2013 દરમિયાન તરૂણ મોદીએ યુવતીને લગ્નની લાલચ આપી, અશ્લીલ ફોટા વાયરલ કરવાની, જાનથી મારી નાખવાની અને મોંઢા પર એસિડ છાંટવાની ધમકી આપી ગાયત્રી મંદિર નજીકની સોસાયટીમાં ચંદ્ર મૌલી ઉર્ફે ચંદુ નરેન્દ્રકુમાર શર્મા (રહે. ગીતા સોસાયટી) ના ઘરે લઇ જઇને શરીર સબંધ કર્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

આ સમયે ચંદુ ઘર બંધ કરીને જતો રહ્યો હતો. આ પછી મહેસાણા ખાતે હોટલમાં લઇ જતાં યુવતીએ લગ્ન કરી લેવાની વાત કરતાં તેણે મંગળસૂત્ર પહેરાવી દીધું હતું અને લગ્ન કરી લીધા હોવાનું જણાવી શરીર સબંધ કર્યો હતો. આ પછી બે વર્ષે તરૂણે અન્ય યુવતી સાથે લગ્ન કરેલા હોવાનું ધ્યાનમાં આવતાં આખરે તેણીએ પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં તરૂણ મોદી અને ચંદ્ર મોલી શર્મા સામે ગુનો નોંધાવ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

આ કેસ મંગળવારે શહેરના પ્રિન્સીપાલ સેશન્સ જજ ડી. એ. હિગુ સમક્ષ ચાલી જતાં મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઇ ઠક્કરની દલીલો બાદ આરોપી તરૂણ મોદીને ઇ.પી.કો. કલમ-376 ના ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 5,000 દંડ ન ભરેતો વધુ છ માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે ચંદ્રમૌલી શર્માને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો હતો. કોર્ટે ભોગ બનેલ યુવતીને યોગ્ય રકમનું વળતર ચૂકવવા માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરાઇ છે.[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share