વાવમાં બાલુત્રી માઇનોર-2 માં પડેલ ગાબડાં રિપેરીંગ કરવામાં ન આવતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો

Share

વાવ તાલુકાના બાલુત્રી ગામની બાલુત્રી માઇનોર-2 માં છેલ્લાં કેટલાંય સમયથી પડેલ ત્રણ જગ્યાએ ગાબડાં રિપેરીંગ કરવામાં ન આવતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. શિયાળુ સીઝનમાં ખેડૂતોને પાણી ન મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

[google_ad]

 

આ અંગે બાલુત્રી માઇનોર-2 ના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ કેનાલમાં હલકી ગુણવંતાનું કામ કરવામાં આવ્યું છે. જેને લઈ કેનાલ તૂટી જાય છે. ત્રણ જગ્યાએ કેનાલ તૂટેલી છે. તે રિપેરીંગ કરવામાં આવતી નથી. કેનાલની સફાઈ પણ કરવામાં આવી નથી. કેનાલમાં પાણી ન મળતું હોઇ ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈ સત્વરે કેનાલ રિપેરીંગ કરી પાણી છોડવામાં આવે તેવી અમારી માંગ છે.

[google_ad]

advt

 

આ અંગે બાલુત્રી ગામના સરપંચ માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘બાલુત્રી માઇનોર 1 અને 2 માં લાઇનિંગનું કામ બાકી છે. નર્મદા કેનાલના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કામગીરી પૂર્ણ કરી નથી.’

 

From – Banaskantha Update


Share