બનાસકાંઠામાં પોલીસના મેદાનો સહીત 19 સ્થળોએ ઉમેદવારોને દોડવા મેદાન ફાળવાયા

Share

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક કેડરની ભરતી માટે 9.46 લાખ જેટલાં ઉમેદવારો છે. જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહીલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. એલ.આર.ડી. ભરતીની તૈયારી માટે ઉમેદવારો ખેતરો, મેદાનો, બગીચા તથા રોડ પર પણ દોડની તૈયારી કરતાં જોવા મળી રહ્યા છે.

[google_ad]

 

બીજી તરફ વધુમાં વધુ લોકોને ભરતી માટે તૈયારી કરવા સુવિધા મળે તે હેતુથી પોલીસના મેદાનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ પણ ઉમેદવારોની મદદ માટે આગળ આવી છે. બનાસકાંઠામાં પોલીસના મેદાનો સહીત કુલ 19 જગ્યાએ ઉમેદવારોને દોડવા મેદાન અપાયા છે.

[google_ad]

 

 

 

ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. જેમાં બનાસકાંઠામાં પોલીસ હેડક્વાર્ટર, સ્કૂલ ગ્રાઉન્ડ, ક્લબના ગ્રાઉન્ડ સહીતના મેદાનો ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ફાળવાયા છે. આ 19 જેટલાં મેદાનોમાં હાલમાં 1600થી પણ વધારે ઉમેદવારો સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમેદવારોને મદદ માટે કોઈએ પોતાનું ખેતર તો કોઈએ હાઈસ્કૂલના મેદાનને પ્રેક્ટિસ માટે ફાળવી દીધું છે.

[google_ad]

નોંધનીય છે કે, ગઈકાલે જ ખેડા જીલ્લામાં સાત જગ્યાઓ પર પોલીસ ભરતીના યુવાઓ માટે તાલીમ શરૂ કરાઈ હતી. બીજી તરફ પોરબંદર જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મેદાન પણ યુવાનોને ભરતીની તૈયારી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

[google_ad]

 

રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઉમેદવારોને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. શનિવારે અમરેલીમાં 6 જગ્યાઓ પર પોલીસે મેદાન ફાળવ્યા હતા. જ્યારે રવિવારે પણ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લામાં પોલીસના મેદાનો ફાળવાયા હતા.

[google_ad]

 

 

જામનગર જીલ્લા પોલીસ મુખ્ય મથક ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે.
લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં એસ.આર.પી. ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.

[google_ad]

 

સુરતના કામરેજ પાસેના વાવમાં પણ એસ.આર.પી. ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.
સાબરકાંઠાના પોલીસ અધીક્ષક દ્વારા જીલ્લામાં કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.

 

From – Banaskantha Update


Share