કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર ઓળંગી એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાઈ, 5નાં ઘટનાસ્થળે જ મોત, 2ને ઇજા

Share

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડીવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

[google_ad]

 

આ ગોઝારા અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહીત 5 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

[google_ad]

મૃતકના નામની યાદી
1. અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
2. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
3. ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા
4. શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
5. ઓળખ થઇ નથી

[google_ad]

 

કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને ફંગોળાઈને ડીવાઈડર ટપી ગઈ હતી અને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. \

[google_ad]

 

 

ત્યારે સામેથી આવતી એસ.ટી. બસ સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઊમટી પડયા હતાં. કારની ઉપરનો આખો ભાગ જ ઉખડી ગયો હતો. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

[google_ad]

 

અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરીટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે અને 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.

[google_ad]

સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જતો હતો. ત્યારે બિલાયાળા અને ભોજપરા વચ્ચે ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં કારમાં સવાર એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે એક 7 વર્ષની દીકરી અને 11 વર્ષના એક દીકરાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

From – Banaskantha Update

 

 


Share