પાલનપુરમાં એક્ટિવા ચોરને પોલીસે ઝડપ્યો

Share

પાલનપુર શહેર પૂર્વ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર પાયોનિયર ડેરી ગૌ-શાળાની બાજુમાંથી બાતમીના આધારે પાલનપુર, મહેસાણા, આબુરોડ રેલ્વે સ્ટેશનથી ચોરાયેલા 03 એક્ટિવા સાથે આરોપીને પકડી ઝડપી પાડયો હતો.

[google_ad]

પાલનપુર શહેર પૂર્વ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પાલનપુર પાયોનીયર ડેરી ગૌ-શાળાની બાજુમાં એક શંકાસ્પદ યુવક ઉભો છે. પોલીસે તેને ઝડપી લેતાં મહેસાણાથી ચોરેલું એક્ટિવા મળ્યું હતુ.

[google_ad]

 

પોલીસે વધું ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતાં પાલનપુર શહેર તેમજ રાજસ્થાન આબુ રોડ મુકામેથી ચોરેલા અન્ય 2 એક્ટિવાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\

From – Banaskantha Update


Share