બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે

Share

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં 590 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બર-2022 ના રોજ યોજાશે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 1752 મતદાન મથકો પર અને પેટા ચૂંટણી 91 મતદાન મથકો પર આમ કુલ-1843 મતદાન મથકો પર કુલ-14 લાખ 80 હાજર 100 જેટલાં મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેની વિગત જોઈએ તો પાલનપુર-87, વડગામ-72, દાંતા-48, અમીરગઢ-21, ડીસા-84, કાંકરેજ-55, દિયોદર-29, લાખણી-28, ધાનેરા-22, દાંતીવાડા-18, થરાદ-62, વાવ-23, સૂઇગામ-19 અને ભાભર-23 મળી કુલ-590 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

[google_ad]

advt

આ સાથે 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેની વિગત આ પ્રમાણે છે. પાલનપુર-3, વડગામ-5, દાંતા-1, અમીરગઢ-3, ડીસા-8, કાંકરેજ-5, દિયોદર-4, લાખણી-2, ધાનેરા-10, દાંતીવાડા-4, થરાદ-2, વાવ-6, સૂઇગામ-4 અને ભાભર-6 મળી કુલ-63 ગ્રામ પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે. તેમ બનાસકાંઠા કલેક્ટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જાણવા મળ્યું હતું.

 

From – Banaskantha Update


Share