વડગામમાં જંગલમાંથી યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર

Share

વડગામ તાલુકાના સેભર ગામમાં જંગલ વિસ્તારમાં મંગળવારે અગમ્ય કારણોસર યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે.

[google_ad]

આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં વડગામ પોલીસને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે પોલીસની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી છે. આ અંગે વડગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના સેભર ગામમાં જંગલ વિસ્તારમાં મંગળવારે અગમ્ય કારણોસર યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

[google_ad]

advt

જેમાં યુવક-યુવતી ઉંઝા અને સિધ્ધપુરના હોવાની પ્રાથમિક માહીતી બહાર આવી છે. આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં વડગામ પોલીસને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે પોલીસની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

જ્યારે યુવક-યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે જેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. જ્યારે યુવક-યુવતીની લાશને પી.એમ. અર્થે વડગામ સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી છે. આ અંગે વડગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share