ડીસાના વડલી ફાર્મમાં ખેડૂતના ખેતરમાં પૂળામાં આગ લાગતાં દોડધામ

Share

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાંય સમયથી આગ લાગવાની ઘટનામાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે ડીસા તાલુકાના વડલી ફાર્મ ખાતે એક ખેડૂતના ખેતરમાં સૂકા ઘાસના પૂળામાં અચાનક આગ ભભૂકી હતી. જે આગ લાગતાંની સાથે જ ઘરની બહાર પશુઓ માટે એકત્રિત કરાયેલા સૂકા ઘાસચારામાં આગ લાગતાં પૂળા બળીને ખાખ થઇ ગયા હતા.

[google_ad]

ત્યારે વડલી ફાર્મ ખાતે રહેતાં ખેડૂત પરબતભાઈ શંકરભાઈના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં રાવતાજી માજીરાણા દ્વારા પોતાનું ગુજરાન ચલાવવા માટે અને પોતાનું ગુજરાન ગાયો પર ચાલતું હોય ગાયો માટે અંદાજે 1200 જેટલાં ઘાસના પૂળા વેચાતાં રાખેલા હતા. જેમાં અચાનક આગ લાગતાં 1200 જેટલાં ઘાસના પૂળા બળીને ભષ્મીભૂત થઇ ગયા હતા. જ્યારે પૂળાના માલિકને અંદાજે રૂ. 30,000 નું નુકશાન થયું હતું.

[google_ad]

 

 

આગ લાગતાંની સાથે જ તાત્કાલીક અસરથી ખેડૂત દ્વારા વિધુત બોર્ડમાં ટેલિફોનિક જાણ કરાઇ હતી. ત્યારે થી્ ફ્રેજ લાઈટ ન હોવા છતાં લાઈટ ચાલુ કરાવી પાણીના બોરમાંથી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ આગ કાબૂમાં ન આવતાં ડીસા નગરપાલિકાના ફાયર-ફાઈટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી ખેડૂતના ઘાસના પૂળા બળીને ખાખ થતાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share