ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓ ઘાયલ

Share

દિવાળીના વેકેશન આજ સોમવારથી યુનિવર્સિટીના તમામ વિભાગો રાબેતા મુજબ ધમધમતાં થયા છે. દિવાળી બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શુભારંભનાં પ્રથમ દિવસે જ યુનિવર્સિટી વહીવટ ભવન સામેથી પૂરઝડપે પસાર થઈ રહેલાં વિધાર્થી બાઈક ચાલક અને એક્ટિવા ચાલક વિધાર્થિની વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યાં હતા. યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહેલાં મહીલા હોમગાડૅઝ દ્વારા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

યુનિવર્સિટીના વહીવટી ભવન સામેના માર્ગ પરથી પૂરઝડપે પસાર થઇ રહેલાં બાઇકચાલકને એક્ટિવા ચાલક મહીલા વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઈને યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતાં અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલી ગણ દ્વારા યુનિવર્સિટીના ઈન્ટરિયલ માર્ગો પર તાત્કાલીક ધોરણે બમ્ફ ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

[google_ad]

 

advt

યુનિવર્સિટી માર્ગ પર અગાઉ બુલેટ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, છતાં સત્તાવાળાઓએ બમ્ફ બનાવવા માટે કોઈ પગલાં નહીં ભરતાં યુનિવર્સિટીના પ્રારંભ પ્રસંગે ફરીથી સર્જાયેલા ગમખ્વારઅકસ્માતની ધટના સર્જાતા યુનિવર્સિટી સતાધીશો દ્વારા યુનિવર્સિટીના ઈન્ટરિયલ માર્ગો પર તાત્કાલીક ધોરણે બમ્ફ ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

[google_ad]

 

આ અંગે હોમગાર્ડ મહિલાઓએ જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવનમાં દિવાળી પછી શરૂ થયેલા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલી વિદ્યાર્થીની તેમજ વિદ્યાર્થીઓને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવાર અર્થે લઈ ગયેલા યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા મહીલા હોમગાર્ડ ભૂમિ પરમાર અને પાયલ મકવાણાએ બંને ઈજાગ્રસ્તોને માથાના ભાગે ત્રણ ત્રણ ટકા આવ્યા હોવાનું અને બેઠો માર વાગ્યો હોવાનું જણાવ્યું હતું.જો કે, વિદ્યાર્થીને થોડીક વધુ ઈજાઓ થઈ હોય વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share