બનાસકાંઠામાં કમોસમી વરસાદથી રોગચાળો વકરતાં અનેક બીમારીઓથી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા

Share

બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ શરદી અને ખાંસી સહીત તાવની બીમારીએ માથું ઊંચક્યું છે. જ્યારે તાવ, શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓથી દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લાના દવાખાના અત્યારે દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે અને અહી સારવાર લેવા આવતાં દર્દીઓમાં સહુથી વધુ દર્દીઓ તાવ, શરદી અને ખાંસીના દર્દીઓ છે. બનાસકાંઠા જીલ્લામાં તાવ, ખાંસી અને શરદીના દર્દીઓની સંખ્યા અચાનક વધવા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલો વરસાદ છે. તાજેતરમાં બનાસકાંઠા જીલ્લામાં સતત બે દિવસ સુધી પડેલા વરસાદને પગલે વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે અને લોકોને બેવડી ઋતુનો અહેસાસ કરવો પડી રહ્યો છે.

[google_ad]

વરસાદ બાદ દિવસે ગરમી અને બફરાનું પ્રમાણ વધી ગયું છે તો રાત્રે ઠંડી વધી જતાં તાપમાનમાં સર્જાયેલા મોટા તફાવતને કારણે બીમારીનું પ્રમાણ વધી ગયું છે. જેથી તબીબો પણ સલાહ આપી રહ્યા છે કે, શરદી, ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓએ ઘરેલું ઉપચાર કરવાના બદલે તાત્કાલીક યોગ્ય તબીબી ડિગ્રી ધરાવતાં તબીબો પાસે સારવાર કરાવવી. આ ઉપરાંત ઘર અને ઘરની આજુબાજુ સફાઇ રાખવી અને નગરપાલિકાએ પણ આ બીમારી વધુ ન પ્રસરે તે માટે દવાનો નિયમિત છંટકાવ કરવો જોઇએ.

[google_ad]

ગત વર્ષે પણ ઠંડીની શરૂઆત સાથે જ કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો અને ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર શરૂ થઇ હતી. ત્યારે આ વર્ષે પણ લોકોએ સાવધાની રાખવી જરૂરી બની ગઇ છે. અત્યારે કોરોનાના કેસો ન આવતાં હોવાથી બેદરકારી રાખવી ભારે પડી શકે તેમ છે. ત્યારે લોકોએ કોરોનાની ત્રીજી લહેર પહેલાં પૂરેપૂરી સાવધાની રાખવી પડશે.

 

From – Banaskantha Update


Share