ડાર્ક વેબની મદદ લઈ વિદેશથી એર કાર્ગો દ્વારા ડ્રગ્સ મગાવનાર 2 શખ્સોની અટકાયત કરાઇ

Share

વિદેશમાં ડાર્ક વેબ મારફત વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફત ડ્રગ્સ મગાવી અમદાવાદ સહીત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા સેટેલાઇટના વંદિત પટેલની તેના સાગરીત સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી.

[google_ad]

ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ અલગ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામાં પર 300થી વધુ વખત ડ્રગ્સ મગાવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્લિકેશન પર જ ગ્રાહકોનો સંપર્ક કરી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુજરાત અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં પ્રીમિયમ ઇન્સ્ટિયૂટના વિદ્યાર્થીઓને જ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની પણ વિગતો સામે આવી છે. વધુ બે ડ્રગ્સ-પેડલરની પણ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.

[google_ad]

 

આ અંગે અમદાવાદ જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર વંદિત ભરતભાઈ પટેલ પોતાના મોબાઇલ તથા લેપટોપની મદદથી ડાર્ક વેબ પર અલગ-અલગ ડ્રગ્સ સાઈટનું સર્ચિંગ કરી એના પર રહેલાં અલગ-અલગ માર્કેટ જેવા કે ગ્લેન રિલેય ટુડીયોઝ-કેલિફોર્નિયા (યુ.એસ.એ) ,લાઈફ ચેજીસ હેલ્થ કેર કેલિફોર્નિયા (યુ.એસ.એ) ઉપર ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી “વીકર મી {WICKR ME}”,”2014 22 {SNAPCHAT},” 261211H4 {TELEGRAM}” જેવી અતિગુપ્તતા ધરાવતી એપ્લિકેશન મારફત ચેટિંગ કરી ક્રિપ્ટો કરન્સી મારફત પેમેન્ટ કરી માલ મેળવતો હતો.

[google_ad]

બાદમાં કાર્ગો એર કુરિયર મારફત ગુજરાત, રાજસ્થાન સહીતનાં 50થી પણ વધારે નામ-સરનામાં પર પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો. જેમાં લોકોને નાણાકીય લાલચ આપી અંદાજે 300થી વધારે વખત નશાકારક ડ્રગ્સની ડીલીવરી મેળવી હતી.

[google_ad]

advt

 

આવા નામ-સરનામાં ઇસમોને પૂછપરછ કરી ગૂનાના મૂળ સુધી જવા માટે ઊંડાણપૂર્વક તપાસ તજવીજ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી વંદિત પટેલ લાંબા સમય સુધી બંધ મકાનોને ટાર્ગેટ કરી તેવાં મકાનનાં નામ-સરનામાં પર નશાકારક ડ્રગ્સનો ઓર્ડર આપી પાર્સલ રિટર્ન સમયે તેને ટ્રેકિંગ આઈ.ડી. દ્વારા ટ્રેક કરી ડીલીવરી એજન્ટને રૂબરૂ મળી આવા ડ્રગ્સ પાર્સલની ડીલીવરી મેળવતો હતો.

[google_ad]

 

આરોપી વંદિત પટેલે છેલ્લાં બે વર્ષમાં મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા વિદેશમાંથી મળીને અંદાજે રૂ. 8થી 10 કરોડનો 100 કિલો જેટલો અલગ અલગ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો છે, જેમાં ડ્રગ્સ મંગાવવામાં ઇથરિયમ, લાઈટ કોઈન, બીટ કોઈન જેવી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી મારફત 4 કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

[google_ad]

 

 

ગુજરાતના અમદાવાદ શહેર, કલોલ તથા રાજસ્થાનના જયપુર, ઉદેપુરના અલગ નામ-સરનામાં મળી 50થી પણ વધારે નામ-સરનામાં પર અંદાજે 300થી પણ વધારે વખત સદર પ્રતિબંધિત ડ્રગ્સની ડીલીવરી મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા વિદેશ જેવા કે યુ.એસ.એ, નેધરલેન્ડ દેશોમાંથી બાય એર કાર્ગો કુરિયર મારફત મેળવ્યો હતો.

[google_ad]

 

આરોપી વંદિત પટેલ દ્વારા વિદેશમાંથી II puffhomedelivery.com” વેબસાઈટ મારફત કૂલ 27 જેટલાં ડ્રગ્સનાં પાર્સલનો ઓર્ડર આપેલો હતો, જે પૈકી 3 ઓર્ડરની ડીલીવરી કરવામાં આવેલી છે અને બાકીના ઓર્ડર કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ શંકાસ્પદ બાબતને કારણે સીઝ કરેલી છે. જે શંકાસ્પદ પાર્સલો બાબતે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરી એ તમામ પાર્સલો બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

[google_ad]

 

મુખ્ય આરોપી વંદિત દ્વારા ડાર્ક વેબ અને ઈન્ટરનેટનો દુરુપયોગ કરી પોતાના વિદેશમાં- ન્યૂઝીલેન્ડ તથા શાંઘાઈ (ચીન) ખાતે રહેતાં મિત્રોને પણ કેલિફોર્નિયા-અમેરિકાથી નશાકારક ડ્રગ્સની ડીલીવરી કરેલી હતી. આરોપીનાં મોબાઈલ, લેપટોપ ઉપરાંત તેના નશાકારક ડ્રગ્સ રાખવાના અડ્ડા પર પણ તપાસ કરી વિદેશથી આવેલાં પાર્સલના ખાલી બોક્સ,પાર્સલ ઉપર લખેલ ભારતીય એડ્રેસ, ડ્રગ્સ છુપાવવા માટે ઉપયોગમાં લીધેલી જુદી જુદી વસ્તુઓ, ક્રિપ્ટો ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી એવા અલગ અલગ કયું.

[google_ad]

 

 

આર.કોડ પ્રિન્ટ સહીતની તમામ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એ બાબતે ફોરેન્સિક મદદ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવાની તજવીજ ચાલી રહી છે. આ જ કેસમાં ગ્રામ્ય પોલીસે ડ્રગ્સ-પેડલર તરીકે સંડોવાયેલા અન્ય બે આરોપી વિપુલ સંજયગીરી ગૌસ્વામી (રહે. સતકૃત ટાવર પાર્થ સારથિ એવન્યુ શ્યામલ સિટી ગોલ્ડ નજીક સેટેલાઇટ અમદાવાદ) અને જીલ હિતેશભાઇ પરાતે (રહે. અવધ એન્કલેવ થલતેજ હેબતપુર અમદાવાદ)ની ધરપકડ કરી છે.

 

From – Banaskantha Update


Share